Last Updated on March 20, 2021 by
કોરોના સામેની લડાઈમાં ભારતે નવો રેકોર્ડ બનાવ્યો છે. સ્વદેશી વેક્સિન થકી વાઈરસને માત આપવા માટે ભારતમાં 4.2 કરોડ લોકોને વેક્સિનનો ડોઝ આપવામા આવી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 27 લાખ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. પ્રથમ ફેઝમાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિનેશન આપવાનો પ્રારંભ કર્યા બાદ હાલના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના લોકોને પણ વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
વેક્સિન આપવાનું કામ પૂર્ણ કરવામા 3-4 મહિના લાગશે
સ્વાસ્થ્ય મંત્રાલયના નવા રિપોર્ટ અનુસાર, 60 વર્ષથી વધુ વયના 1 કરોડથી વધુ લોકોને માત્ર 15 દિવસની અંદર જ વેક્સિન આપવામાં આવી છે. ભારતની વેક્સિનેશન ડ્રાઈવ હવે બ્રિટન બાદ વિશ્વમાં બીજા ક્રમે પહોંચી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર સુરેશ જાધવે કહ્યું કે,‘ભારતના ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાનું કામ પૂર્ણ કરવામા 3-4 મહિના લાગશે.’
ભારતમાં વેક્સિનેશનનો પ્રારંભ 16 જાન્યુઆરી 2021ના થયો
ભારતમાં વેક્સિનેશનનો પ્રારંભ 16 જાન્યુઆરી 2021ના થયો હતો. હાલ ભારતમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ અને ગુજરાત સહિતના રાજ્યોમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે- તેઓ હોળી અગાઉ વેક્સિનેશનના ત્રીજા તબક્કા એટલે કે યુવાનોને વેક્સિનનો ડોઝ આપવાની તૈયારી શરૂ કરવાના છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31