Last Updated on March 21, 2021 by
કોરોનાની રસીનો ડોઝ લીધો હોય તે વ્યક્તિઓ બે મહિના સુધી રક્તદાન ન કરી શકે.ધ નેશનલ બ્લડ ડોેનેશન ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ(એન.બી.ટી.સી.) દ્વારા હજી હમણાં જ રક્તદાન વિશે માર્ગદર્શિકા જાહેર થઇ છે. આ માર્ગદર્શિકા મુજબ જે કોઇ વ્યક્તિએ કોરોનાની રસીનો ડોઝ લીધો હોય તે વ્યક્તિ પહેલા દિવસથી લઇને બીજા ડોઝ બાદના ૨૮ દિવસ સુધી તેનું રક્તદાન ન કરી શકે.
બીજા ડોઝ બાદના ૨૮ દિવસ સુધી તેનું રક્તદાન ન કરી શકે
વ્યક્તિ પહેલા દિવસથી લઇને બીજા ડોઝ બાદના ૨૮ દિવસ સુધી તેનું રક્તદાન ન કરી શકે
એન.બી.ટી.સી.ના ડાયરેક્ટર ડો.સુનીલ ગુપ્તાએ એવી માહિતી આપી હતી કે અમે ગઇ ૫,માર્ચે એક ખાસ જાહેર નામું જારી કર્યું છે. આ જાહેરનામા મુજબ કોરોનાની રસીના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછા૨૮ દિવસનો સમયગાળો હોય છે.આ દ્રષ્ટિએ રસી લીધી હોય તે વ્યક્તિ ઓછામાં ઓછા ૫૭ દિવસ સુધી રક્તદાન ન કરી શકે. અમારા ટેકનિકલ રિસર્ચ ગૂ્રપ દ્વારા થયેલી ભલામણના આધારે આવો નિર્ણય લેવાયો છે.આ જૂથે રક્તદાન અને કોરોનાની રસી વચ્ચેના સમયગાળા વિશે મહત્વનો અભ્યાસ કર્યો છે.
રક્તદાન અને કોરોનાની રસી વચ્ચેના સમયગાળા વિશે મહત્વનો અભ્યાસ કર્યો
ડો.સુનીલ ગુપ્તાએ એવી માહિતી પણ આપી હતી કે કોરોનાની રસીનો ડોઝ લીધા બાદ સંબંધિત વ્યક્તિને તાવ અને શરીરમાં કળતર વગેરે જેવી અસર થતી હોવાના અહેવાલ મળ્યા છે.કોવેક્સીન ઇનએક્ટિવેટેડ વેક્સિન છે.એટલે કે તે સુક્ષ્મ જીવાણુઓની બનેલી હોય છે.આવી રસીમાં ચેપનાં વીષાણુઓનો અને બેક્ટેરિયાનો ખાસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દ્વારા નાશ કરવામાં આવે છે.પરિણામે તે નાશ પામેલાં સુક્ષ્મ જીવાણુઓથી કોઇપણ પ્રકારની બીમારી નથી થતી. જ્યારે કોવિશિલ્ડ રિકોમ્બિનન્ટ વેક્સિન છે.આ પ્રકારની રસીમાં ચેપનાંવીષાણુઓનાં ડીઓક્સીરીબોન્યુક્લિકએસિડ (ડી.એન.એ.) નો બહુ થોડો હિસ્સો હોય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31