Last Updated on March 6, 2021 by
ભારતમાં એક જ દિવસમાં ૧૪ લાખથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હતી. આ સાથે દેશમાં કુલ ૧.૯૦ કરોડ લોકોને કોરોનાની રસી અપાઈ છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું. જોકે, બીજીબાજુ ભારતમાં એક દિવસમાં કોરોનાના ૧૬,૮૩૮ નવા કેસ નોંધાતા કુલ ૧.૧૧ કરોડથી વધુ કેસ નોંધાયા છે, જે ચિંતાજનક બાબત છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧.૫૭ લાખને પાર થઈ ગયો છે અને અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧.૦૮ કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે.
દેશમાં ૪૫ વર્ષથી વધુ વયના ૨,૩૫,૯૦૧ લાભાર્થીઓએ રસી મેળવી
ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૬૮,૫૩,૦૮૩ સ્વાસ્થ્ય કર્મચારીઓએ કોરોનાનો પહેલો જ્યારે ૩૧,૪૧,૩૭૧ સ્વાસ્થ્ય કર્મચારીઓએ બીજો ડોઝ લીધો હતો. દેશમાં ૬૦,૯૦,૯૩૧ ફ્રન્ટલાઈન વર્કર્સે કોરોનાનો પહેલો અને ૬૮,૨૯૭ વર્કર્સે બીજો ડોઝ લીધો હતો. દેશમાં ૪૫ વર્ષથી વધુ વયના ૨,૩૫,૯૦૧ લાભાર્થીઓએ રસી મેળવી છે જ્યારે ૬૦ વર્ષથી વધુ વયના ૧૬,૧૬,૯૨૦ લોકોએ કોરોના સામેની રસી મેળવી છે. આ સાથે દેશમાં રસીકરણ અભિયાનના ૪૮ દિવસમાં કુલ ૧.૯૦ કરોડથી વધુ લોકોએ કોરોનાની રસી મેળવી છે.
જોકે, ભારત માટે ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૮૩૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૧૧,૭૩,૭૬૧ નોંધાયો છે જ્યારે મૃત્યુઆંક ૧,૫૭,૫૪૮ થયો છે. જોકે, કોરોનાના કુલ ૧,૦૮,૩૯,૮૯૪ દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧,૭૬,૩૧૯ થઈ છે.
અમેરિકા કોરોના સામેની રસી નોવાવેક્સિનના કાચા માલની નિકાસમાં અવરોધો સર્જી રહ્યો હોવાનો સીરમ ઈન્સ્ટિ.નો દાવો
દરમિયાન વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની સિરમ ઈન્સ્ટિટયૂટના વડા અદાર પૂનાવાલાએ અમેરિકા પર કોરોનાની રસીના ઉત્પાદનમાં અવરોધો ઊભા કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વર્લ્ડ બેન્કની પેનલને જણાવ્યું હતું કે, અમેરિકાના કાયદા બેગ્સ અને ફિલ્ટર્સ સહિત કેટલીક વસ્તુઓની નિકાસમાં અવરોધો ઊભા કરી રહ્યા છે. તેને પરિણામે કોરોનાની રસીના ઉત્પાદનમાં ગંભીર અવરોધો ઊભા થઈ શકે છે. વિશ્વમાં કોરોનાની રસી પૂરી પાડવા માટે અમને કોરોનાની નોવાવેક્સ રસીના ઉત્પાદન માટે અમેરિકામાંથી ચોક્કસ કાચા માલની જરૂર છે. અમે રિકા આ કાચા માલની નિકાસ પર અવરોધો ઊભા કરશે તો વિશ્વમાં રસી મોકલવાના અમારા અભિયાન પર ગંભીર અસર પડી શકે છે.
બીજીબાજુ રાજસ્થાનના ઉદયપુરમાં એક સરકારી પ્રજ્ઞાાચક્ષુ સ્કૂલના ૨૮ વિદ્યાર્થીઓ એક સાથે કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. આ બાબત સામે આવતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. સ્કૂલને તાત્કાલિક સેનિટાઈઝ કરાઈ હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31