Last Updated on April 7, 2021 by
આખા વિશ્વમાં ફરી એકવખત કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. જોકે રસી લીધા પછી લોકો રાહતના શ્વાસ લઇ રહ્યા છે અને પોતાના વારાની રાહ જોઇ રહ્યા છે. જો તમે પણ કોરોનાની રસી લેવા માંગો છો તો તમારે કેટલીક વાતો ધ્યાનમાં લેવી જરૂરી છે. સ્વાસ્થ્ય તજજ્ઞોએ એવા કામ કીધા છે, જે રસી લીધાના 24 કલાક પહેલા જરાંય ના કરવા જોઇએ.
દુ:ખાવાની કોઈ પણ દવા ના લેવી
નાના-મોટા દુ:ખાવામાં લોકો હંમેશા કોઈ પણ સામાન્ય પેન કિલર લઇ લે છે, પરંતુ જો તમારે રસી લેવી છે, તો 24 કલાક પહેલા કોઇ પણ પ્રકારની દુ:ખાવાની દવા ના લો. ડોક્ટરોનું કહેવું છે કે દુ:ખાવાની કેટલીક સામાન્ય દવા રસીની ઇમ્યુન સિસ્ટમને ઓછી કરી શકે છે. તેથી રસી લેતા પહેલા તેને ના લેવી જોઇએ. જોકે બાદમાં આ દવા લઇ શકાય છે.
દારૂનું સેવન ના કરવું
રસી લેતા પહેલા દારૂનું જરાય પણ સેવન ના કરવું જોઇએ. ડોક્ટરોનું કહેવું છે કે દારૂના કારણે ડિહાઇડ્રેશન અને હેંગઓવર થઇ શકે છે, જે રસીની અસરને ખતમ કરી શકે છે.
મોડે સુધી ના જાગવું
રસી લેતા પહેલા મોડી રાત સુધી જાગવું નહીં. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે સારી અને પૂરતી ઉંઘ લેવાથી શરીરની ઇમ્યુન સિસ્ટમ રસી પ્રત્યે સારો રિસ્પોન્સ આપે છે. રસી લીધા પછી પણ પૂરતી ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે.
એ દિવસે બીજી કોઈ રસી ના લેવા
સામાન્ય રીતે કોઈ પણ બે રસી એક દિવસમાં લઇ શકાય છે, પરંતુ કોરોના રસીના કેસમાં ડોક્ટરો આવું કરવાની ના પાડે છે. જો તમે ફ્લૂ અથવા પછી બીજી કોઈ રસી લીધી છે, તો તેના 14 દિવસ પછી કોરોનાની રસી લેવી.
કોઇ પણ પ્રકારની બેદરકારી ના દાખવવી
રસી લેતા સમયે પણ તમારે કોરોનાને લઇને સાવચેતી રાખવી જોઇએ. કોઈ પણ રસી ઇમ્યુનિટી બનાવવામાં સમય લે છે, તેથી આ દરમિયાન કોઇ પણ પ્રકારની બેદરકારી ના દાખવવી જોઇએ.
રસી લીધા પછી ગભરાવવું નહીં
રસી લીધા પછી હોસ્પિટલની બહાર આવવાની જલદી ના કરવી. હેલ્થ એક્પર્ટનું કહેવું છે કે રસી લીધાના ઓછામાં ઓછા 15 મિનિટ સુધી એ જ જગ્યા પર રહેવું જોઇએ. આ દરમિયાન જો તમારામાં કોઈ આડઅસર દેખાય છે તો ડોક્ટર સાથે કરી શકાય છે.
આ વાતોનું ધ્યાન રાખવું
કેટલાક લોકો રસીના નામે જ ગભરાઇ જાય છે. રસી લેતા પહેલા પૂરતી ખોરાક સાથે પોતાની જાતને પણ શાંત રાખવી. સ્ટ્રેસ લેવાથી ઇમ્યુનિટી પર ખરાબ અસર પડે છે.
આ ઉપરાંત એ પણ જાણી લઇએ કે હાલ કોને રસી ના લેવી જોઇએ.
પ્લાજ્મા થેરેપી વાળા રહે સાવધાન
જે લોકો છેલ્લા દોઢ મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા છે અથવા જેમણે પ્લાજ્મા અથવા મોનોક્લોનલ એન્ટિબોડી થેરેપી લીધી છે, તેમણે કોરોનાની રસી ના લેવી જોઇએ.
એલર્જીવાળા લોકો રહે સતર્ક
જે લોકોને પણ દવાની એલર્જી હોય, એ લોકોએ રસી લેતા પહેલા ડોક્ટરની મંજૂરી લેવી જોઇએ. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ સલાહ આપી છે કે કોવિશિલ્ડ રસીના કોઇ પણ ઇન્ગ્રેડિઅન્ટથી કોઇને પણ એલર્જી હોય તો તેમને રસી ના લેવી જોઇએ.
સગર્ભા મહિલા ના લે રસી
સગર્ભા મહિલા અથવા બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓને પણ કોરોના રસી ના લેવી જોઇએ, કારણ કે એ લોકો પર અત્યાર સુધી કોઇ પણ ક્લિનિકલ ટ્રાયલ નથી થઇ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31