Last Updated on March 3, 2021 by
કોરોના વેક્સિનેશન મામલે કેન્દ્રએ મોટી જાહેરાત કરી છે. હવે બીજા તબક્કાના વેક્સિનેશન કાર્યક્રમમાં તમામ ખાનગી હોસ્પિટલ સામેલ થઈ શકે છે. 1 માર્ચથી શરૂ થયેલા બીજા તબક્કાના વેક્સિનેશન કેમ્પેન હેઠળ અગાઉ માત્ર સરકારી યોજના સાથે જોડાયેલા 10 હજાર ખાનગી હોસ્પિટલોને સામેલ કરાયા હતા. જોકે હવે સરકારે આ વેક્સિનેશનમાં તમામ ખાનગી હોસ્પિટલોને સામેલ કરવાની જાહેરાત કરી છે, કારણ કે દેશમાં કોરોના વેક્સિનની અછત નથી.
કેન્દ્ર સરકારે મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ કર્યો હતો કે, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કિમ અને સ્ટેટ હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કિમમાં સામેલ તમામ ખાનગી હોસ્પિટલોનું તેમની ક્ષમતા પ્રમાણે વેક્સિનેશન માટે વધુમાં વધુ ઉપયોગ કરવામા આવે.
સરકારે સાથે જણાવ્યું કે, જે ખાનગી હોસ્પિટલ ત્રણેય યોજનાઓમાં સામેલ નથી, તેઓ પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરી શકશે. પરંતુ જે-તે હોસ્પિટલ પાસે વેક્સિનેશન સંબંધિત તમામ સુવિધાઓ હોવી જોઈએ. કેન્દ્રએ રાજ્યોને વેક્સિન સ્ટોર ના કરવા અને વેક્સિનેશન સેન્ટર્સને સપ્લાઈ કરવા માટે કહ્યું છે. કારણ કે, કેન્દ્ર પાસે વેક્સિનની અછત નથી. સરકારી અને ખાનગી હોસ્પિટલોને જરૂર હોય તે પ્રમાણે વેક્સિન પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31