Last Updated on April 1, 2021 by
દેશમાં સતત વધતા કોરોના પ્રકોપ વચ્ચે આજથી હરિદ્વારમાં કુંભમેળાના શ્રીગણેશ થઈ રહ્યા છે. આજથી લઈને 30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભમાં ગંગા સ્નાન માટે ભાવિકોનો કોવિડ-19નો 72 કલાકનો આરટીપીસીઆર નેગેટિવ ટેસ્ટ લાવવો પડશે. કોવિડ નેગેટિવ રિપોર્ટ નહિ લાવે તો ભાવિકોને ગંગાસ્નાન નહિ કરવા દેવાય. જો કે, વેબસાઈટ પર નોંધણી કરાવનાર ભાવિકને મેળામાં સીધો જ પ્રવેશ મળશે. અન્યોની તો કોરોનાનો આરટીપીસઆર ટેસ્ટ કરવો ફરજિયાત છે.
રેન્ડમ ટેસ્ટ કરવામાં આવશે
કુંભમેળાની સરહદો અને વિસ્તારમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવશે. અતિસંવેદનશીલ રાજ્યોમાંથી આવનાર પરિવારોના એક-બે સભ્યોના રેન્ડમ સેમ્પલની ચકાસણી કરવામાં આવશે. બોર્ડર પર પોઝિટિવ આવનાર તમામ લોકોને પરત જવા દેવાશે. મેળા વિસ્તારમાં પોઝિટિવ આવતા લોકોને કોવિડ કેર કેન્દ્રોમાં આઈસોલેટ કરવામાં આવશે. તપાસ માટે 33 ટીમો બનાવવામાં આવી છે. આમાંથી 10 પ્રાઈવેટ અને 23 સરકારી છે. આ તમામ ટીમો 10 હજારથી વધુ એન્ટિજન સેમ્પલ દૈનિક લેશે.
આ રાજ્યોમાંથી આવતા લોકોના ટેસ્ટ
સરકારી તંત્રએ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પંજાબ, એમપી, તમિલનાડુ, ગુજરાત, યુપી, દિલ્હી અને રાજસ્થાનના યાત્રિકોના કોવિડ આરટીપીસીઆર રિપોર્ટ લાવવાની સલાહ આપી છે. રિપોર્ટ ન લાવતા સરહદેથી આ રાજ્યોથી આવતા લોકોને પાછા મોકલી દેવાશે. આ સિવાય રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધર્મશાળા, હોટલમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.
દેશમાં કોરોનાની બીજી લહેર
દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરનો આતંક સામે આવ્યો છે. એક જ દિવસમાં જાણે કે, કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ 72,330 નવા કેસ નોંધાયા છે. તો કોરોનાથી 24 કલાકમાં 459 દર્દીઓનાં મોત થયા છે. દિવસેને દિવસે કોરોનાથી સ્થિતિ વણસતી જતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પ્રતિબંધ છતાં કેસની ઝડપ બુલેટની ગતિએ વધી રહ્યા છે.
દેશમાં કોરોનાના કુલ કેસનો આંક વધીને 1,22,21,665 પહોંચી ગયો છે. તો કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા 1,62,927 થઈ ગઈ છે. કોરોનાથી 116 દિવસો પછી આટલાં લોકોનાં મોત નોંધાયા છે. નવા દર્દીઓનાં આંકમાં ગત 172 દિવસો બાદ સૌથી વધું છે. આ અગાઉ 10 ઑક્ટોબરે 74,418 કેસ આવ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે કોરોનાના નવા દર્દી 53,480 આવ્યા હતા તો 354 લોકોનાં મોત નોંધાયા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31