Last Updated on March 25, 2021 by
કોરોનાના નવા સ્ટ્રેનના કેસ સામે આવ્યા બાદ હવે સંક્રમણથી પીડિત દર્દીઓમાં આ બીમારીના નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. જેમાં ગળા, ફેફસા અને મગજ બાદ તેની અસર પેટ પર જોવા મળી રહી છે. દિલ્હીના 2 સરકારી હોસ્પિટલોમાં દાખલ 70 ટકા કોરોના દર્દીઓને પેટમાં દુખાવો, ઉલ્ટીઓ અને ઝાડાની સમસ્યાઓ વધુ થઈ રહી છે. ડૉક્ટર્સે જણાવ્યું કે, સંક્રમણના બદલાતા સ્વરૂપથી તેના લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યાં છે.
રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે, ગત સપ્તાહે દાખલ થયેલા 70 ટકા દર્દીઓમાં પેટમાં દુખાવો, ઉલ્ટીઓ અને ઝાડા થવા જેવા નવા લક્ષણો જોવા મળ્યા હતા. ગત 1 વર્ષમાં પ્રથમવાર કોરોના પીડિતોને આ સમસ્યાઓ થતી હોવાનું જોવા મળ્યું છે. મોટાભાગના દર્દીઓ ગંભીર સ્થિતિવાળા છે. જેમને અન્ય બીમારીઓ પણ છે. દર્દીઓના સેમ્પલ તપાસ માટે મોકલવામા આવી રહ્યાં છે, જેથી જાણી શકાય કે કયા નવા સ્ટ્રેનના કારણે દર્દીઓમાં નવા લક્ષણો જોવા મળી રહ્યાં છે.
કોરોનાવાયરસને કાબૂમાં લેવા માટે લગાવાયેલા લોકડાઉનના એક વર્ષ પછી પણ સ્થિતિ સારી નથી. એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ ફરી એકવાર ગતિ પકડી રહ્યો છે. 24 માર્ચની સવાર સુધી 24 કલાકમાં 47 હજાર 262 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 275 મોત નોંધાયાં. ફેબ્રુઆરીના મુકાબલે માર્ચમાં 20% વધુ મોત થયાં છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં કેસ ઝડપથી વધ્યા છે અને આ જ રાજ્યોમાં મોતનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે.
24 માર્ચ સુધી 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 28699 કેસ નોંધાયા. એના પછી પંજાબ (2254) અને કર્ણાટક (2010)માં નવા કેસ સામે આવ્યા. સૌથી વધુ 132 મોત પણ મહારાષ્ટ્રમાં નોંધાયાં. એના પછી પંજાબ (53) અને છત્તીસગઢ(20)માં મોત થયાં છે. જે રાજ્યોમાં કોવિડ-19 કેસોની સંખ્યા નથી વધી રહી કે ઓછી છે, ત્યાં મોત નહિવત છે. 24 માર્ચની સવાર સુધી 12 રાજ્ય એવાં હતાં, જ્યાં એકપણ કોવિડ-19થી મોત થયું નહોતું, જેમાં ઓડિશા, લક્ષદ્વીપ, લદાખ, મણિપુર, દાદરા અને નગર હવેલી, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન-નિકોબાર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સામેલ છે.
15 ફેબ્રુઆરી પછીથી સ્થિતિ બગડી
આંકડા દર્શાવે છે કે ભારતમાં 15 ફેબ્રુઆરી પછી જ કોરોનાની બીજી લહેર આવી. દર સપ્તાહે કેસ વધતા ગયા. જ્યાં 1થી 7 ફેબ્રુઆરી વચ્ચે 80180 કેસ સામે આવ્યા હતા, જ્યારે 15-21 ફેબ્રુઆરી વચ્ચે 86711 નવા કેસ સામે આવ્યા. તેના આગામી સપ્તાહમાં નવા કેસના આંકડાએ એક લાખનો આંકડો પાર કરી લીધો અને 15-21 માર્ચ વચ્ચે બે લાખનો આંકડો પણ પાર કરી લીધો છે. કોરોનાને કારણે થનારાં મોતનો આંકડો પણ આ દરમિયાન વધતો ગયો. 15-21 માર્ચ દરમિયાન મોતની સંખ્યા 1000ને પાર થઈ ગયો અને ગત સપ્તાહના મુકાબલે 34.9%નો વધારો નોંધાયો. સરકારી અધિકારીઓ અને વિશેષજ્ઞ કહે છે કે વેક્સિનેશન શરૂ થયા પછી લોકોએ માની લીધું કે કોરોના સમાપ્ત થઈ ગયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોનાથી બચવાના બીજા ઉપાયોને છોડી દેવાયા, જેનું નુકસાન બીજી લહેર તરીકે સામે આવી રહ્યું છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31