GSTV
Gujarat Government Advertisement

મોદી સરકાર ફફડી : દેશના આ 2 રાજ્યોમાં કોરોના કેસ અને પોઝિટિવિટી રેટ બંનેમાં જોરદાર વધારો, સરકારે કર્યો મોટો ખુલાસો

Last Updated on March 17, 2021 by

દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસોની સંખ્યામાં વધવા મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્થિતિ અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે,‘દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસમાંથી 60 ટકા મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 15 દિવસમાં 16 રાજ્યોના 70 જીલ્લામાં કોરોનાના કેસમાં 150 ટકા જેટલા વધ્યા છે. ગત સપ્ટેમ્બરમાં કેસ વધ્યા હતા પછી ઘટ્યા હતા.

કોરોના કેસમાં પોઝિટિવિટી રેટ 4.99 ટકા

 હવે ફેબ્રુઆરીથી કેસ ફરી વધી રહ્યાં છે. ભારતમાં અત્યારસુધી 1.14 કરોડ કેસ સામે આવ્યા છે. જેમાંથી 2.34 લાખ કેસ એક્ટિવ છે. કોરોના કેસમાં પોઝિટિવિટી રેટ 4.99 ટકા છે. મહારાષ્ટ્રમાં કેસ અને પોઝિટિવિટી રેટ બંને વધ્યા છે. તેની સામે ટેસ્ટ નથી વધ્યા. પંજાબમાં પોઝિટિવિટી રેટ 6.8 ટકા છે. આ ચિંતાજનક છે. કેસની સંખ્યા વધવા છતાં દેશમાં મૃત્યુનું પ્રમાણ 2 ટકાથી ઓછો છે. અંતિમ 2 સપ્તાહમાં કોરોનાના કેસમાં 43 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીમાં 24 કલાકમાં 400થી વધુ કેસ આવ્યા પરંતુ પોઝિટિવિટી રેટ અહીં 1 ટકાથી ઓછો છે. અત્યારસુધી 3.51 કરોડ વેક્સિનના ડોઝ આપવામા આવ્યા છે.’

ટેસ્ટિંગ-ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટના મંત્ર પર ભાર આપવા કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ફરી વધી રહેલા કોરોના સંકટ મુદ્દે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ બેઠકમાં તમામ રાજ્યોને ફરી ટેસ્ટિંગ-ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટના મંત્ર પર ભાર આપવા કહ્યું હતું. વડાપ્રધાને મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ જેવા રાજ્યોમાં વધી રહેલા કેસો મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે – ‘વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની ઘણી લહેર સામે આવી, ભારતમાં પણ અમુક રાજ્યોમાં અચાનક કેસ વધવા લાગ્યા છે. મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશમાં પોઝિટિવ રેટ વધ્યો છે. કોરોનાની આ લહેરને નહીં અટકાવીશું તો દેશવ્યાપી અસર જોવા મળી શકે છે.

RT-PCR ટેસ્ટની સંખ્યા 70 ટકાથી વધારે કરવી પડશે

આપણે જનતાને પેનિક મોડમાં લાવવાનું. RT-PCR ટેસ્ટની સંખ્યા 70 ટકાથી વધારે કરવી પડશે. કેરળ-ઉત્તર પ્રદેશ અને છત્તિસગઢમાં માત્ર રેપિડ ટેસ્ટિંગ જ કરવામા આવે છે, જે ચિંતાનો વિષય છે. હવે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં કોરોના કેસ વધી રહ્યાં છે, જો તેને નહીં અટકાવીએ તો ગામડાઓમાં કેસ વધી શકે છે અને પછી કોરોના પર નિયંત્રણ મેળવવું સરળ નહીં હોય.’ વડાપ્રધાને તેલંગાણા-ઉત્તર પ્રદેશ-આંધ્ર પ્રદેશમાં વેક્સિનેશનના વેસ્ટેજનો આંક 10 ટકા સુધી હોવા પર ચિંતા વ્યક્ત કરી હતી. વેક્સિન વેસ્ટેજ અટકાવી વેક્સિનેશનની ગતિ વધારવા પર વડાપ્રધાને ભાર આપ્યો હતો. આ સાથે ખાનગી-સરકારી તમામ સ્થળે વેક્સિનેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો