Last Updated on March 24, 2021 by
સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે એવામાં કોરોના વાયરસના ડબલ મ્યુટન્ટ વેરિઅન્ટ (Double Mutant Variant) દેશના 18 રાજ્યોમાં મળ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારના રોજ આ અંગેની જાણકારી આપી છે. મંત્રાલયના જણાવ્યાં અનુસાર, કોરોનાનો નવો વેરિઅન્ટ જૂનાના મુકાબલે અનેક ગણો વધારે ખતરનાક છે.
અત્યાર સુધી કુલ 771 Covid 19 વેરિઅન્ટ્સ વિશે જાણવા મળ્યું
એક પ્રેસ નોટમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) એ જણાવ્યું કે, ‘રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા શેર કરવામાં આવેલ કુલ 10,787 પોઝિટિવ સેમ્પલમાં અત્યાર સુધી કુલ 771 Covid 19 વેરિઅન્ટ્સ વિશે જાણવા મળ્યું છે.
મંત્રાલયના જણાવ્યાં અનુસાર, ‘આમાં યુકે (બી .1.1.7) વાયરસ માટે 736 સેમ્પલ શામેલ છે. દક્ષિણ આફ્રિકી (B.1.351) ના વાયરસ માટે 34 સેમ્પલ પણ પોઝિટિવ આવ્યાં છે. એક સેમ્પલ બ્રાઝીલ (P.1) વેરિઅન્ટનું છે, જે પોઝિટિવ આવ્યો છે. દેશના 18 રાજ્યોમાં આ VOCs ના નમૂનાઓની ઓળખ કરવામાં આવી છે.’
ડબલ મ્યુટન્ટ વેરિઅન્ટનો અર્થ શું છે?
તમને જણાવી દઇએ કે, ડબલ મ્યુટન્ટ વેરિઅન્ટનો અર્થ એ થાય છે કે, એક શખ્સને કોરોના વાયરસના બે અલગ-અલગ વેરિઅન્ટ (ટાઇપ) થી સંક્રમિત થવાનો છે. તેનાથી પણ સરળ શબ્દોમાં વાત કરીએ તો તેને કોરોનાનું ડબલ ઇન્ફેક્શન પણ કહી શકીએ છીએ. વિશ્વમાં આવો પ્રથમ કેસ બ્રાઝીલમાં આવ્યો હતો. બ્રાઝીલમાં બે દર્દીઓ એક સાથે જ કોરોના વાયરસના બે અલગ-અલગ વેરિઅન્ટથી સંક્રમિત થયા હતાં.
બ્રાઝીલની Feevale યુનિવર્સિટીના તજજ્ઞોના રિસર્ચમાં આ વાત સામે આવી હતી. આ વેરિઅન્ટના નામ P.1 અને P.2 રાખવામાં આવ્યાં છે જ્યારે બીજ દર્દીઓમાંથી કોરોનાના P.2 અને B.1.91 વેરિઅન્ટથી સંક્રમિત મળ્યાં. જો કે, દર્દીઓના વૈજ્ઞાનિકોની આ શોધની સ્વતંત્ર રૂપથી પુષ્ટિ નથી થઇ.
પંજાબમાં 401 નવા સેમ્પલમાં 81 ટકા ડબલ વેરિઅન્ટના
પંજાબમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટે લોકોના મનમાં એક પ્રકારનો ડર ઊભો કરી દીધો હતો. આ વેરિઅન્ટ યુકેથી આવ્યાં છે. તાજેતરમાં જ લેવામાં આવેલ 401 નવા સેમ્પલમાંથી 81 ટકા સેમ્પલમાંથી આ વેરિઅન્ટ મેળવવામાં આવ્યાં છે. દિલ્હીના નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલે જણાવ્યું કે, 81 ટકા સેમ્પલમાં નવા વેરિઅન્ટની ઓળખ B 1.1.7 ના રૂપમાં કરવામાં આવી છે. પંજાબમાં નવા વેરિઅન્ટના આવવાથી લોકો ખૂબ પરેશાન છે. શું વધારે તણાવને કારણે આ વાયરસ તેજીથી ફેલાઇ રહ્યો છે, આનો ખ્યાલ મેળવવા માટે સરકારે ટેસ્ટિંગ પર નજર બનાવી રાખી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31