Last Updated on March 26, 2021 by
પુરુષો પણ હવે ગર્ભ નિરોધની જવાબદારી નિભાવી શકશે. તેના માટે એવી જેલ (Gel) બનાવવાની ટ્રાયલ પૂરી થઇ ચુકી છે. જેને લગાવ્યા બાદ તેના 99 ટકા સ્પર્મ બનવાનું થોડા સમય માટે બંધ થઇ જશે. પુરુષો જ્યારે ઇચ્છશે ત્યારે આ જેલનો ઉપયોગ બંધ કરી ફરીથી સ્પર્મ બનાવી શકશે.
ગર્ભ નિરોધક જેલના ટ્રાયલમાં ભાગ લીધો
એક રિપોર્ટ અનુસાર આશરે 32 વર્ષના Ed પણ તે જ કપલમાંથી એક છે. તેમણે એડિનબર્ગ પાસે પુરુષ હોર્મોનલ ગર્ભનિરોધક જેલ માટે ક્લીનિકલ ટ્રાયલમાં ભાગ લીધો. આ ટ્રાયલમાં તેની 30 વર્ષની પાર્ટનર Fionaએ પણ સાથ આપ્યો. આ જેલને લગાવવાથી તેમને વણઇચ્છિત ગર્ભ રોકવામાં મદદ તો મળી સાથે જ વજન વધવા અને હૉટ ફ્લશ નિકળવાની સાઇડ ઇફેક્ટ પણ થઇ.
હોસ્પિટલની બહાર જોઇ હતી જાહેરાત
Ed અનુસાર તેણે હોસ્પિટલની બહાર આ જેલના ક્લીનિકલ ટ્રાયલમાં સામેલ થવા માટે વોલંટિયર્સની જરૂર હોવાની જાહેરાત જોઇ હતી. તે બાદ તેણે આ ટ્રાયલમાં સામેલ થવાનો નિર્ણય લીધો. તેના ઘરની નજીક Edingburghમાં તેનું ટ્રાયલ શરૂ થયું. આ જેલને લગાવવાથી તેને ટેસ્ટિસમાં સ્પર્મ બનવાનું બંધ થઇ ગયુ. ડોક્ટરોનું કહેવુ છે કે તેનો ઉપયોગ બંધ કરવા પર ફરીથી સ્પર્મ બનવાનું શરૂ થઇ જાય છે.
ખભા અને છાતી પગ લગાવાય છે જેલ
દરરોજ સ્નાન કર્યા બાદ Ed પોતાના ખભા અને છાતી પર જેલ લગાવતો અને થોડા સમય બાદ કપડા પહેરી લેતો. આ જેલના ક્લીનિકલ ટ્રાયલને કરનારી ટીમમાં સામે Dr John Reynoldsએ કહ્યું કે પ્રતિ મિલીમીટર સીમેનમાં એક મિલિયન સ્પર્મ સુધી હોય છે. જેલ લગાવ્યા બાદ ટેસ્ટિસમાં આશરે 99 ટકા સુધી સ્પર્મ બંધ થઇ ગયા. બેડરૂમમાં પર્ફોર્મન્સ પર પણ આ જેલનો કોઇ દુષ્પ્રભાવ પડ્યો નથી.
ક્યારેક રાતે થાય છે હૉટ ફ્લશ
Edએ કહ્યું કે ક્યારેક રાતે તેને હૉટ ફ્લશ અને પરસેવો થવાની સમસ્યા થઇ જાય છે. જેલ લગાવવાથી તેનુ વજન પણ 3-4 કિલો વધી ગયું છે. તે કહે છે કે તેનાથી તેને થોડી પરેશાની થઇ પરંતુ ટેંશન ફ્રી સેક્સ લાઇફ માટે આ કિંમત ઘણી ઓછી છે. તેનાથી હવે મને વણઇચ્છિત પ્રેગનેન્સીની કોઇ ચિંતા નથી અને Fiona પણ પહેલા કરતા વધુ ખુશ છે. આ જેલથી સારા પરિણામ જોવા મળતા રિસર્ચ કરનારી કંપની હવે સરકાર પાસેથી પરમિશન લઇને તેને માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.
જેલ બનવાથી પાર્ટનર પણ ખુશ
જેલ બનવાથી Edની પાર્ટનર Fiona પણ ખુશ છે. તે બંને પાછલા 8 વર્ષથી રિલેશનશિપમાં છે. તેનું કહેવુ છે કે પહેલા પ્રેમની પળોમાં પ્રેગનેન્સીની ઘણી ચિંતા રહેતી હતી. પરંતુ હવે તે વાતની ખુશી છે કે Ed પણ આ જવાબદારીમાં તેનો સાથ આપી શકશે. Fionaનું કહેવુ છે કે Ed ગત એક વર્ષથી જેલનો ઉપયોગ કરી રહ્યો છે. તેનાથી તેને થોડીઘણી સમસ્યા થઇ પરંતુ તેમની લવ લાઇફ પહેલા કરતાં ઘણી સારી થઇ ગઇ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31