GSTV
Gujarat Government Advertisement

Contactless Transaction ની લિમિટ વધાર્યા બાદ પણ પેમેંટ કરવામાં થઈ રહી છે પરેશાની, ગ્રાહક અને વેંડર અપડેટ કરાવી લે રેકોર્ડ

Last Updated on March 21, 2021 by

આજકાલ ટીવી પર ઘણી જાહેરાતો ચાલી રહી છે. જેમાં Contactless Transaction દ્વારા 5 હજાર રૂપિયા સુઘીના પમેંટની વાત કરવામાં આવી રહી છે. જાહેરાતમાં દાવો કરાઈ રહ્યો છે કે, Contactless Transaction ખૂબ જ સરળતાથી કરી શકાય છે. તે કેટલીક હદ સુધી સફળ પણ છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં અડચણ આવી રહી છે અને પેમેન્ટમાં મુશ્કેલીનુ શુ કારણ છે તે અમે તમને બતાવા જઈ રહ્યા છીએ.

વેંડર્સે અપડેટ મથી કરાવી PoS

Contactless Transactionને પ્રોત્સાહન આપવા માટે બેંક તરફથી વેંડર્સને POS (Point of Sale) મશીન આપવામાં આવી છે. જેના દ્વારા ખૂબ સરળતાથી પેમેંટ લઈ શકાય છે. કેટલીક ચૂકવણી કરવાની બાબતમાં અડચણ સામે આવી તો ખબર પડી કે, લિમિટ વધાર્યા બાદ વેંડર્સે પોતાની POSને એપડેટ નથી કરાવ્યા જે કારણે પેમેન્ટમાં પરેશાની આવી રહી છે.

મર્યાદામાં 2.5 ગણો વધારો થયો

કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનને વધુ લોકપ્રિય બનાવવા માટે આરબીઆઈએ તેની મર્યાદા 2.5 ગણી વધારીને 5 હજાર રૂપિયા કરી છે. અગાઉ આ મર્યાદા 2 હજાર રૂપિયા હતી, જે હવે વધારી દેવામાં આવી છે, જો કે, ચુકવણી માટે વેન્ડરોએ પીઓએસ અને ગ્રાહકને બેંકને માહિતી આપીને મર્યાદા વધારાવી પડશે.

ગ્રાહકોએ બેંકમાં આપવી પડશે માહિતી

મર્યાદામાં વધારા સાથે, કોઈ છેતરપિંડી ન થાય તે માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. સંપર્ક વિનાની લેવડદેવડની મર્યાદા 2 હજારથી વધારીને 5 હજાર કરવા માટે ગ્રાહકે બેંકનો સંપર્ક કરવો પડશે, જોકે આ માટે ક્યાંય જવાની જરૂર નથી, આ કામ ઘરે બેઠા ખૂબ જ સરળતાથી કરી શકાય છે. તમામ બેંકોએ ઓનલાઇન કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારવાની સુવિધા આપી છે.

કેવી રીતે વધારી શકો છો Contactless Transaction ની લિમિટ

કાર્ડધારક ગ્રાહક બેંકમાં ફોનમાં દ્વારા પોતાની Contactless Transaction ની લિમિટ વધારી શકે છે. તે ઉપરાંત બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર પણ જઈને અરજી કરી શકે છે. બેંક તરફથી કેટલાક પ્રશ્નોની જાણકારી લેવાશે અને બાદમાં તમને એક Confirmation Call, email અથવા SMS મોકલવામાં આવશે. જેમાં તમારી લિમિટ વધારવાની પુષ્ટિ કરાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો