Last Updated on March 10, 2021 by
એક પછી એક નેતાઓ પાર્ટી છોડવાને કારણે કોંગ્રેસને સતત ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસમાં આજે વધુ એક વિકેટ પડી છે. કોંગ્રેસના સીનિયર નેતા પીસી ચાકોએ રાજીનામું આપી દીધું છે. પીસી ચાકોએ આ બાબતની પોતે જ જાહેરાત કરતાં કહ્યું કે, મેં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. અને મારું રાજીનામું પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયાગાંધીને મોકલી દીધું છે.
કેરળ વિધાનસભા ચૂંટણીમાં ટિકીટ વહેંચણીને લઈને પણ નારાજગી બતાવી
રાજીનામાની જાહેરાત બાદ ચાકોએ કહ્યું કે કેરલ કોંગ્રેસ ટીમ સાથે કામ કરવું મુશ્કેલ છે. ચાકોએ કેરળ વિધાનસભા ચૂંટણીમાં ટિકીટ વહેંચણીને લઈને પણ નારાજગી બતાવી હતી. પીસી ચાકોએ ટીકીટ ફાળવણીને લઈને કહ્યું કે કોઈ નિયમોનું પાલન કરાયું નથી. ચાકોએ પોતાનું રાજીનામું સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે.
ચુંટણી સમયમાં કોંગ્રેસ માટે મોટો ઝટકો
વરિષ્ઠ નેતા પીસી ચાકોના રાજીનામાથી ચુંટણી સમયમાં કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કેરળની ત્રિશુર સંસદીય સીટથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસના પીસી ચાકોને દિલ્હીના પ્રભારી બનાવ્યા હતા. જો કે વિધાનસભામાં ચૂંટણી હાર પછી પીસી ચાકોને કોંગ્રેસના દિલ્હી પ્રભારી પદેથી રાજીનામું આપ્યું હતું.
તેમના નિવેદનથી પણ મોટો વિવાદ થયો હતો
પીસી ચાકોએ ત્યારે એમ કહીને રાજીનામું આપ્યું હતું કે દિલ્હીમાં કોંગ્રેસનના પતનની શરૂઆત એવા સમયે થઈ ગઈ હતી. જ્યારે 2013માં શીલા દિક્ષિત મુખ્યમંત્રી હતા અને આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો. તેમના નિવેદનથી પણ મોટો વિવાદ થયો હતો. કેરળમાં વિધાનસભા ચૂંટણી ટાણે જ રાજીનામું આપી દીધું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31