GSTV
Gujarat Government Advertisement

જલદી કરો/ પાનકાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરો નહીં તો ભરવો પડશે દંડ, 4 જ દિવસ છે બાકી

Last Updated on March 27, 2021 by

આગામી તા.31મી માર્ચ પહેલાં જે કરદાતાએ પોતાના પાનકાર્ડ સાથે આધારકાર્ડને લીંક નહીં કર્યું હોય તેવા કરદાતા માટે કડક દંડનીય પગલાંનો સામનો કરવા માટેની તૈયારી રાખવી પડે તેવા ભણકારા વાગી રહ્યા છે.

ગઈ તા.1 લી ફેબુ્રઆરીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને સંસદમાં ફાયનાન્સ બીલ રજુ કર્યું ત્યારે આધાર તથા પાનકાર્ડની સાથે જોડવાના મુદ્દે કોઈ દંડનીય જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. પરંતુ ગયા મંગળવારે ફાયનાન્સ બીલ-2021 ની ચર્ચા વખતે જો કરદાતા 31 મી માર્ચ પહેલાં આધારને પાનકાર્ડ સાથે લીંક કરવામાં નહીં આવે તો રૃ.1 હજારના દંડની કલમ -234-એચ ની ગર્ભિત ચીમકી આપવામાં આવી છે.

સીએ વિરેશ દલાલે જણાવ્યું હતું છે કે ફાયનાન્સ બીલની ચર્ચા વખતે અણધારી રીતે પેનલ્ટીની નવી જોગવાઈ બહાર આવી છે. જેથી 31મી માર્ચ પહેલાં કરદાતાઓ ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જઈને પોતાના પાનકાર્ડ સાથે આધાર લીંક થયો છે કે કેમ તેની તપાસ કરી લેવાની રહેશે. જો આધાર-પાન સાથે લીંક ન થયો હોય તો તાકીદે ટેક્સ કન્સલ્ટંટ પાસે જઈને લીંક કરાવી લેવાની તકેદારી રાખવી પડશે.

અન્યથા આગામી તા.1 લી એપ્રિલથી આધાર લીંક વગરના પાનકાડમાં બેંકો વ્યાજની ચુકવણી વખતે 20 ટકા ટીડીએસ કાપી લેશે. તદુપરાંત ડીવીડન્ડ, ભાડુ, મિલકત વેચાણના વ્યવહારો તમામ પર ટીડીએસનો દર બહુ જ વધુ ભરવો પડશે. ટીસીએસ પણ  5 ટકા જેટલો રહેશે. જો ડોક્યુમેન્ટ્સ, વાઉચર્સ, ચલણ જ્યાં પણ પાનકાર્ડ ક્વોટ કરવાનો છે તેની પેનલ્ટી અલગથી લાગશે.

નોકરિયાત

વળી ઈન્કમ ટેક્સ રીટર્ન, ટીડીએસ રીટર્ન ભરી શકાશે નહીં માટે જે કરદાતાઓ આધાર સાથે પાનકાર્ડ લીંક કરવાનું ચુકી ગયા હોય તેમણે તાકીદે આ કામ કરવાનું રહેશે.નહીં તો 1 લી એપ્રિલથી એકવાર પાનકાર્ડ ડીએકટીવેટ થશે તો તેને ચાલુ કરાવવા માટે આવકવેરા અધિકારીને મળવું પડશે. અલબત્ત પાનકાર્ડ એક્ટીવ કરવા માટેની જે માર્ગદર્શિકા હજુ સુધી બહાર પડી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો