Last Updated on March 8, 2021 by
આપણા વૈજ્ઞાનિકો પૃથ્વી પર જીવન કેવી રીતે આવ્યું તે અંગે એકમત નથી. ઘણા વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વી પરના જીવન માટે જરૂરી તત્વો બહારથી આવ્યા છે. તેમાં પાણી પણ શામેલ છે. તે જ સમયે, ઘણા વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વી પર તમામ પ્રકારના તત્વો હાજર હતા, જે ધીરે ધીરે જીવનમાં વિકસિત થયા. તાજેતરના સંશોધનથી જાણવા મળ્યું છે કે પૃથ્વી અને મંગળ જેવા ગ્રહો પર કાર્બનના સ્ત્રોત ધૂમકેતુ હતા.
કાર્બનનો સવાલ
આ અધ્યયનના પ્રમુખ લેખક અને અમેરિકાની યૂનિવર્સિટી ઓફ મિનેસોટાના પ્રોફેસર ચાર્લ્સ વૂડવર્ડનું કહેવુ છે કે, જીવનની શરૂઆતને સમજવા માટે કાર્બનનનું અધ્યયન ખૂબ જ જરૂરી છે. તેણે કહ્યુ કે, અમે હજુ પણ સૂનિશ્ચિત મથી કરી શક્યા કે, શું પૃથ્વી પર તેના નિર્માણ દરમ્યાન એટલો કાર્બન જમા થયો હતો કે, તે તે પદાર્થોમાં સંપન્નતાથી રહ્યો હશે જેનાથી જીવનનો વિકાસ થયો. અથવા તો કાર્બન સંપન્ન ધૂમકેતુઓ દ્વારા જીવન માટે જરૂરી તત્વોના નિર્માણ માટે કાર્બન ઉપલબ્ધ થયો હશે.
વિમાન પર લાગેલા ટેલીસ્કોપથી થયુ અવલોકન
આ અભ્યાસ હાલમાં જ પ્લેનેટરી સાઈંસ જર્નલમાં પ્રકાશિત થયો. તેમાં એક વાયુયાન પર લાગેલા સ્ટ્રેટોસ્ફિયરિક ઓબજર્વેટરી ફોર ઈંફ્રારેડ એસ્ટ્રોનોમી ( SOFIA) ટેલીસ્કોપના અવલોકન પર આધારીત છે. તે નાસા અને જર્મન એરોસ્પેસ સેંટરની સંયૂકત પરિયોજના હતી.
કેટાલિના ધૂમકેતુનો અભ્યાસ
આ સંશોધન માટે સંશોધનકારોએ કેટાલિના નામના ધૂમકેતુનો અભ્યાસ કર્યો. જ્યારે આ બર્ફીલા બોડી વર્ષ 2016 માં પૃથ્વીથી આપણા સૌરમંડળની ધારમાંથી પસાર થઈ હતી, ત્યારે ઘણા લોકોને તેને જોવાની તક મળી હતી. તેની એક ઝલક પણ સોફિયાએ મેળવી લીધી હતી. ત્યારબાદ સોફિયાને તેની પૂંછડીની ધૂળની ગ્લોમાં કાર્બનનાં ચિહ્નો મળ્યાં.
કાર્બનને તેનો રસ્તો કેવી રીતે મળ્યો
શરૂઆતમાં, પૃથ્વી અને અન્ય પથ્થરવાળા આંતરિક ગ્રહો એટલા ગરમ હતા કે કાં તો કાર્બન ખોવાઈ ગયું હતું અથવા તેની રચના દરમિયાન ટકી શક્યું ન હતું. બાહ્ય સૌરમંડળમાં, ગુરુ અને નેપ્ચ્યુન જેવા વિશાળ ગેસ ગ્રહોમાં કાર્બન હોઇ શકે. તે જ સમયે, ગુરુના વિશાળ કદને કારણે, તેની ગુરુત્વાકર્ષણ કાર્બનને સૌરમંડળના આંતરિક ભાગમાં આવતા અટકાવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31