Last Updated on March 26, 2021 by
ધ ઈન્ડિયન કોસ્ટગાર્ડના જવાનોએ લક્ષ્યદીપ નજીક ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરીને નવ આરોપીઓની ધરપકડ કરી હતી. ૩૦૦ કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૩૦૦૦ કરોડ રૃપિયા જેટલી કિંમત થાય છે. કોસ્ટગાર્ડે ફિલ્મી સ્ટાઈલમાં દિલધડક ઓપરેશન પાર પાડયું હતું.
કોસ્ટગાર્ડે ઝડપી કરોડોના ડ્રગ્સ સાથે શ્રીલંકન બોટ
ઈન્ડિયન કોસ્ટગાર્ડને શ્રીલંકન બોટમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવતો હોવાની બાતમી મળી હતી. એ બાતમીના આધારે કોસ્ટગાર્ડે ઓપરેશન હાથ ધર્યું હતું. લક્ષ્યદીપ નજીક મિનિકોય ટાપુ પાસે પહોંચેલા ત્રણ જહાજોને કોસ્ટ ગાર્ડે આંતર્યા હતા. મધદરિયે ફિલ્મી સ્ટાઈલમાં આ આખા ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડે આ ઓપરેશન માટે પાંચ જહાજ અને વિમાનો રવાના કર્યા હતા.
ગરૃડની ઝડપે શંકાસ્પદ જહાજો નજીક પહોંચીને અચાનક શોધખોળ શરૃ કરી દીધી હતી. આરોપીઓ કંઈ સમજે કે એક્શનમાં આવે તે પહેલાં જ કોસ્ટ ગાર્ડના જવાનો આખા જહાજમાં ફરી વળ્યાં હતાં. શ્રીલંકન જહાજમાંથી ૩૦૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો.
તે ઉપરાંત પાંચ એકે-૪૭ અને ૧૦૦૦ ગોળીનો જથ્થો પણ મળ્યો હતો. ત્રણેય બોટમાં સવાર ૧૯ લોકોને કોસ્ટ ગાર્ડે પકડી લીધા હતા અને કેરળમાં લાવીને પૂછપરછ શરૃ કરી હતી. સુરક્ષા એજન્સીઓની સંયુક્ત ટીમ આ આરોપીઓની પૂછપરછ કરશે.
એક જ સપ્તાહમાં કોસ્ટ ગાર્ડે આ બીજી વખત નશીલા પદાર્થોની હેરાફેરી પકડી પાડી હતી. અગાઉ પાંચમી માર્ચે લક્ષ દીપ નજીકથી જ શ્રીલંકાની એક બોટને આંતરીને હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. તે પહેલાં ૨૦૨૦ના નવેમ્બર માસમાં ૧૨૦ કિલો નશીલા પદાર્થો પકડીને કાર્યવાહી કરી હતી.
છેલ્લાં એક વર્ષમાં કોસ્ટ ગાર્ડે ૧.૬ ટન નાર્કોટિક્સ ડ્રગ્સ પકડયું હતું, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૪૯૦૦ કરોડ રૃપિયા જેટલી કિંમત થાય છે. અત્યાર સુધીમાં કોસ્ટગાર્ડે ૧૧ હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31