GSTV
Gujarat Government Advertisement

કુંભ મેળાને લઈએ રાહતના સમાચાર / નહિ જરૂર પડે કોરોના ટેસ્ટ કરાવવાની, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

Last Updated on March 14, 2021 by

હરિદ્વારમાં યોજાનારા કુંભ મેળામાં આવનારા શ્રધ્ધાળુઓને કોરોનાની નેગેટિવ રિપોર્ટ લાવવી અનિવાર્ય નથી, જો કે કોવિડ-19નાં નિયમોનું કડકાઇથી પાલન કરવું પડશે. ઉત્તરાખંડનાં મુખ્ય પ્રધાન તિરથ સિંહ રાવતે શનિવારે જણાવ્યું કે દેવસ્થાનમ ટ્રસ્ટ અને ગૈરસૈણને મંડલ બનાવવાનો નિર્ણય કરવામાં આવશે.

તેમણે કહ્યું કે 12 વર્ષ બાદ યોજાતો મહાકુંભ શ્રધ્ધા અને ભાવનાઓ સાથે જોડાયેલો છે, જેમાં દેશનાં કરોડો શ્રધ્ધાળુઓ ગંગા પ્રત્યે આસ્થા રાખે છે, તેમણે અધિકારીઓને સુચના આપી કે સ્નાન માટે આવનારા શ્રધ્ધાળુઓને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે અને તે સારો સંદેશ લઇને જાય તે પ્રકારની સુવિધાઓ ઉભી કરે તેની સુચના આપી.

કુંભ

તેમણે કુંભ શ્રેત્રની આસપાસનાં માર્ગોની મરામત કરાવવાની પણ સુચના આપી. તથા કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટેનાં પણ હુકમો આપ્યા. મેળાની વ્યવસ્થા પાછળ 661 કરોડના 203 નિર્માણ કાર્ય કરવામાં આવ્યા છે, તેમાંથી મોટાભાગનાં પુરા થઇ ચુક્યા છે, મુખ્ય પ્રધાનો ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓની સાથે  કુંભ અંગેની કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો