GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં તોળાતો લોકડાઉનનો ખતરો / સીએમ ઠાકરેએ કોરોના સંકટ સામે લોકોને આપી અંતિમ ચેતવણી : સુધારી જાઓ! નહીંતર…

Last Updated on March 14, 2021 by

મહારાષ્ટ્રમાં એકવાર ફરી વધી રહેલા કોરોના વાયરસ સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે લોકડાઉનને લઈને લોકોને અંતિમ ચેતવણી આપી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હોટલ અને રેસ્ટોરન્ટને પોતાને ત્યાં કોવિડ-19 ગાઇડલાઇન્સનું કડકાઈથી પાલન કરાવવાની શનિવારે સૂચનાઓ આપી છે અને ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું છે કે રાજ્યમાં ફરી લોકડાઉન જેવા કડક ઉપાયો લાગુ કરવા માટે મજબૂર ન કરો.

maharashtra corona મહારાષ્ટ્ર

જણાવી દઈએ કે મહારાષ્ટ્રના નાગપુર, અકોલા અને ઔરંગાબાદ સહીત અનેક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. જો કોરોના કેસ આ રીતે જ વધતા રહ્યા અને બેદરકારીઓ સામે આવતી રહી તો ઉદ્ધવ સરકાર મહારાષ્ટ્રના અન્ય સ્થળો પર પણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે.

શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હોટલ અને રેસ્ટોરન્ટ સંઘો, શોપિંગ મોલના પ્રતિનિધિઓ સાથે થયેલ એક ડિજિટલ બેઠકમાં કહ્યું હતું કે અમને કડક લોકડાઉન લગાવવા માટે મજબૂર ન કરો. આને અંતિમ ચેતવણી માનવામાં આવે. તમામ નિયમોનું પાલન કરો. તમામને ખબર હોવી જોઈએ કે આત્મ-અનુશાસન અને પ્રતિબંધો વચ્ચે ભેદ છે. તેમણે જણાવ્યું કે તેમની સરકાર મહામારીના વધતા કેસ સામે પહોંચી વાલ્વ માટે લોકડાઉન લગાવવાના પક્ષમાં નથી અને લોકોને આ પ્રકારના કડક નિર્ણયો લેવા સામે તેમને સહયોગ આપવા કહ્યું છે.

કોરોના

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના કુલ 15602 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસની સાથે કુલ કેસની સંખ્યા વધીને 22,97,793  પર પહોંચી ગઈ છે. જયારે, કોરોનાને કારણે વધુ 88 લોકોના મોત થયા છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 52811 થઇ ગયો છે. હાલ, નાગપુર, અકોલામાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. તો, ઔરંગાબાદમાં વિકેન્ડ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તે ઉપરાંતુ પુણેમાં નાઈટ કરફ્યુ લગાવવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો