Last Updated on March 15, 2021 by
બ્રિટનની રાજધાની લંડનમાં હવે મહિલાઓ સલામત નથી. ગયા સપ્તાહે એક મહિલા સારાહ એવરાર્ડનું અપહરણ કરીને તેની હત્યા કરી દેવાઈ હતી. વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે મહિલાનું અપહરણ અને હત્યા કરનાર આરોપી એક પોલીસ અધિકારી છે. આ ઘટના પછી સમગ્ર દેશમાં જબરજસ્ત આક્રોશ પેદા થયો હતો. સારાહ એવરાર્ડની હત્યાના વિરોધમાં રવિવારે હજારો લોકો લંડનના રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોરોના મહામારી વચ્ચે પોલીસે દેખાવકારોને અટકાવતાં તેમની વચ્ચે સંઘર્ષ થયો હતો.
સારાહની અપહરણ બાદ કરાઈ હત્યા
૩૩ વર્ષીય સારાહ એડવર્ડ માર્કેટિંગ એક્ઝિક્યુટીવ હતી. તે લંડનના ક્લફામમાં ૩જી માર્ચે એક મિત્રના ઘરેથી પોતાના ઘરે પગપાળા જઈ રહી હતી. આ દરમિયાન એક પોલીસ કર્મચારીએ સારાહનું અપહરણ કર્યું હતું. લગભગ એક સપ્તાહની સઘન શોધ છતાં સારાહની કોઈ ભાળ મળી નહોતી. ત્યાર બાદ એક સપ્તાહ પછી ૧૦મી માર્ચે બુધવારે સારાહનું શબ એક બેગની અંદર એશફર્ડ કેન્ટના વૂડલેન્ડ વિસ્તારમાંથી મળી આવ્યું હતું. ડેન્ટલ રેકોર્ડના આધારે શબની ઓળખ કરાઈ હતી.
કોરોનાના કાયદા હેઠળ પોલીસે દેખાવાકોરને ઘરે જવા કહેતા સંઘર્ષ
આ ઘટના પછી બ્રિટનમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સોશિયલ મીડિયા પર મહિલાઓએ કોઈ પુરુષની હિંસાનો ભોગ બન્યા હોવાના અનુભવો શૅર કરવાનું શરૂ કરી દીધું. સારાહની મોતના એટલા ઘેરા પડઘાં પડયા કે શનિવારે ક્લફામ કોમનમાં તેને શ્રદ્ધાંજલી આપવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ લોકો સારાહને ન્યાય અપાવવાની માગણી સાથે દેશમાં મહિલાઓ માટે સલામત વાતાવરણની જરૂરિયાતની માગણી કરી રહ્યા હતા. સારાહની શ્રદ્ધાંજલી સભા સુધી પોલીસ ચૂપ રહી હતી, પરંતુ ત્યાર પછી પોલીસે કોરોનાના પ્રતિબંધોને ટાંકીને દેખાવકારોને ઘરે જવા માટે નિર્દેશ આપવાનું શરૂ કર્યું હતું. પરિણામે શ્રદ્ધાંજલી સ્થળે તણાવ પેદા થવા લાગ્યો હતો. અનેક જગ્યાએ પોલીસ અને દેખાવકારો વચ્ચે સંઘર્ષ પણ થયો હતો. પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી હતી. સ્થિતિ ત્યાં સુધી બગડી કે અનેક જગ્યાએ પોલીસ મહિલા દેખાવકારોને ઢસડીને લઈ જતી અને તેમની ધરપકડ કરી હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.
પોલીસના સંઘર્ષની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
મેટ પોલીસના મદદનીશ કમિશનર હેલેને બોલે જણાવ્યું કે, પોલીસે લોકોની સલામતી માટે કામ કરવાનું હોય છે. કોરોના મહામારીના નિયંત્રણોને પગલે અમે લોકોને કાયદાનું પાલન કરવા વિનંતી કરી. પરંતુ લઘુમતી સમાજના કેટલાક લોકોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો અને તેમની સાથે ધક્કામુક્કી શરૂ કરી હતી. દેખાવકારો અને પોલીસ વચ્ચે સંઘર્ષની તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાતા સમગ્ર દેશમાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો.
વડાપ્રધાન, ગૃહમંત્રી, લેબર પાર્ટીએ પોલીસ કાર્યવાહીની ટીકા કરી
આ ઘટના પછી રવિવારે પણ મોટી સંખ્યામાં લોકો દેખાવો માટે ઉમટી પડયા હતા. બીજીબાજુ વડાપ્રધાન બોરીસ જોન્સને સારાહની મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ગૃહમંત્રી પ્રિતિ પટેલે પણ જણાવ્યું હતું કે, મેટ્રોપોલીટન પોલીસના ક્લેપહામની કેટલીક તસવીરો વિચલિત કરી નાંખનારી હતી. તેમણે પોલીસ વડા પાસેથી સંપૂર્ણ અહેવાલ માગ્યો છે. પોલીસની કાર્યવાહીનો લેબર પાર્ટીના સાંસદ સારાહ ઓવેને પણ વિરોધ કર્યો. તેમણે ટ્વીટ કરી કે, આ દૃશ્ય હૃદય ચીરી નાંખનારું અને ગાંડા કરનારું હતું. કોઈ આવું જોઈ શકે નહીં અને હકીકત તો એ છે કે આ પોલીસનો દુર્વ્યવહાર જ છે.
ભીડવાળા વિસ્તારમાંથી અપહરણ થતાં મહિલાઓમાં આક્રોશ
અહેવાલ મુજબ સારા જે રસ્તે જઈ રહી હતી, ત્યાં ઘણી ભીડ અને લાઈટ્સ હોય છે તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ આ રસ્તા પરથી નીકળતી હોય છે. આ ઘટના પછી સ્થાનિક મહિલાઓમાં ડર અને ગુસ્સો પણ છે. તેઓ પહેલાં કરતાં વધુ સાવધ થઈ ગઈ છે અને પરેશાન પણ. દેખાવો દરમિયાન મહિલાઓના રક્ષણ અંગે પણ સૂત્રોચ્ચાર કરાયો હતો. સારાહની હત્યાના આરોપી પોલીસ અધિકારી વેન કજન્સને વેસ્ટમિંસ્ટર કોર્ટમાં હાજર કરાયો હતો. ચીફ મેજિસ્ટ્રેટ પોલ ગોલ્ડસ્પ્રિંગે કજન્સને ઓલ્ડ બેલી સામે મંગળવારે હાજર થવા સુધી અટકાયતમાં મોકલી આપ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31