Last Updated on February 27, 2021 by
કેન્સર એક ખતરનાક બીમારી છે. શરીરમાં આ બીમારીની જાણ થતાં જ લોકો ગભરાઇ જાય છે. પરંતુ આપણે તેનાથી ત્યાં સુધી ન ગભરાવુ જોઇએ જ્યાં સુધી તે આપણા શરીરને નુકસાન ન પહોંચાડવા લાગે. ‘શરણ ઇન્ડિયા’ની ફાઉન્ડર ડો. નંદિતા શાહે જણાવ્યું કે કેન્સરથી ડરવાના બદલે તેને રોકવા અને તેની સારવારને લઇને જાગૃત રહેવુ વધુ જરૂરી છે. એક્સપર્ટ્સે જણાવ્યું કે આખરે કેવી રીતે વ્યક્તિ આ બીમારીને કુદરતી રીતે કંટ્રોલ કરી શકાય છે.
જાણો શું કહે છે કેન્સર નિષ્ણાત
ડો. નંદિતા શાહે જણાવ્યું કે, કેન્સરથી બચવા માટે સૌથી પહેલા બીમારીનું મૂળ કારણ જાણવુ જરૂરી છે. સામાન્ય રીતે કેન્સરની સારવાર સર્જરી, કીમોથેરાપી અને રેડિએશનના માધ્યમે કરવામાં આવે છે. જ્યારે આ પ્રકારની સારવારની કેટલીક ખામીઓ પણ હોય છે.
ડો. શાહ કહે છે કે સારવારની પહેલી રીત એટલે કે સર્જરી કેન્સરને જડમૂળથી ખતમ કરવા માટે સક્ષમ નથી અને વ્યક્તિ ફરીથી આ બીમારીનો ભોગ બની શકે છે. આ પ્રકારે કીમોથેરાપી પણ એક પ્રકારનું ઝેર છે. અનેક કીમોથેરેપ્યૂટિક એજેન્ટ્સ કાર્સિનોજેંસ હોય છે. તેમ છતાં ડોક્ટર તેનો સારવારમાં ઉપયોગ કરે છે.
ડો. શાહે જણાવ્યું કે કેન્સર સેલ્સ ઘણીં ઝડપથી વિકસિત થાય છે અને કીમોથેરાપી આ સેલ્સને ઝડપથી ઓછા કરવાનું કામ કરે છે. જો કે કીમોથેરાપી બાદ વ્યક્તિના બ્લડ કાઉન્ટ ઘટી જાય છે. શરીરના તમામ હ્સ્સાઓના વાળ ખરવા લાગે છે. ભૂખ ઓછી થઇ જાય છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થઇ જાય છે. આ બધુ એટલા માટે થાય છે કારણ કે કીમોથેરેપ્યૂટિક એજન્ટ્સ આંતરડાની અંદર માઇક્રોબાયલ ફ્લોરાને નષ્ટ કરી દે છે.
પ્રેરણાદાયક છે આ શખ્સની કહાની
એક કીમોથેરાપી દર્દીને દસ એંટીબાયોટિક્સ એક સાથે આપવા જેટલુ ખતરનાક છે અને તમે તે સારી રીતે જાણતા હશો કે એંટીબાયોટિક્સ લેવાથી આપણા શરીરને કેટલુ નુકસાન થઇ શકે છે. આ ઉપરાંત કેન્સરમાં રેડિએશનથી સારવાર પણ જોખમભર્યુ હોઇ શકે છે. એક્સપર્ટ્સ કહે છે કે હાઇ એનર્જી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન પણ કેન્સરનું એક કારણ હોઇ શકે છે.
ડો. નંદિતા શાહ કહે છે કે આ પ્રકારની સારવારને સંપૂર્ણ રીતે એવોઇડ કરવી શક્ય નથી. જો કે તેને મિનિમાઇઝ કરવુ જરૂરી છે. તેના માટે કેટલાંક એવા કેન્સર સર્વાઇવર્સ પાસેથી પ્રેરણા લેવી જોઇએ, જેમણે આ બીમારીને હરાવી છે. ડો. નંદિતા શાહે આ વિષયમાં ‘ક્રિસ બીટ કેન્સર’ના લેખક ક્રિસ વોર્કનો ઉલ્લેખ કર્યો છે.
ક્રિસ વોર્ડ કોલોરેક્ટલ કેન્સરથી પીડિત હતા. તેઓ યુવાન હતા. નવા-નવા લગ્ન થયા હતાં અને તેઓ પિતા બનવા માગતા હતા. ક્રિસ મેડિકલ ટ્રીટમેંટ દ્વારા આ બિમારીનો ઇલાજ કરવા માગતા હતાં. તેથી તેમણે કેન્સરને હરાવવા માટે એક અલગ જ રસ્તો પસંદ કર્યો, જેવો કે દુનિયાભરમાં અનેક લોકો પણ કરે છે.
ક્રિસે પોતાના ડાયેટમાં તાજી શાકભાજીઓ અને ફળોનું સેવન શરૂ કર્યુ. તેણે કાચા શાકભાજી ખાવાના શરૂ કર્યા. માનવી સિવાય દુનિયાની દરેક પ્રજાતિ ફળ-શાકભાજી કાચા જ ખાય છે. આ ઉપરાંત ક્રિસે રિફાઇનરી પ્રોડક્ટ્સથી એકદમ અંતર જાળવી લીધુ. શુગર, મેંદો, ચોખા અને તમામ પ્રકારના રિફાઇનરી ઑયલ હવે તેની થાળીમાંથી દૂર થઇ ચુક્યા હતા. ક્રિસે એનિમલ પ્રોડક્ટ પર પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકી દીધો હતો.
ક્રિસની લાઇફસ્ટાઇલમાં અચાનક બદલાવ આવ્યો હતો. તે ધીરે-ધીરે પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરતો રહ્યો. કેન્સર સામે લડતાં ક્રિસે પોતાનો અનુભવ શબ્દોમાં પરોવવાનું શરૂ કરી દીધું હતું. તેણે પોતાની કેન્સરની પૂરી કહાની લખી દીધી હતી. ક્રિસ આજે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેના બે બાળકો છે જે હવે ઘણાં મોટા થઇ ચુક્યા છે.
ડોક્ટર શાહ કહે છે કે ક્રિસની રિકવરી પાછળ તેનું મજબૂત મનોબળ હતુ, જેણે બિમારી સામે તેને ઝૂકવા ન દીધો. સામાન્ય રીતે જ્યારે લોકોને કેન્સર થઇ જાય છે તો સૌથી પહેલા તેના મનમાં એક જ વાત આવે છે કે મારી સાથે આ શું થયું. જ્યારે આવી બીમારીમાં આપણે આપણી મનોસ્થિતિ બદલવાની જરૂર હોય છે. આરામ, તણાવ, એક્સરસાઇઝ, ખાન-પાન અને લાઇફસ્ટાઇલમાં બદલાવ દ્વારા બીમારીને વધતી રોકી શકાય છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31