Last Updated on March 4, 2021 by
ગુજરાત રાજ્યમાંથી ચોંકાવાનાર અહેવાલ સામે આવ્યો છે. જેમાં ગૌમાતા અને ગૌવંશના જતન કરવાની કથની અને કરનીમાં મસમોટો તફાવત છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર કતલ કરવામાં આવેલા ૬૫,૨૩૭.૭ કિગ્રા ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે અને આ ગુનામાં સંડોવાયેલા ૧૩૨ જેટલા આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી છે.
ગુનામાં સંડોવાયેલા ૧૩૨ જેટલા આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી
વિધાનસભાની પ્રશ્નોતરીમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ગેરકાયદેસર ગૌવંશની કતલ કરવા માટે કે હેરાફરી કરતાં ૨૨૨૩ ગાય-૮૦૦ બળદ-૧૪૮૫ વાછરડાં-૨૧૯ આખલાને બચાવવામાં આવ્યા છે. ૧ જાન્યુઆરી ૨૦૧૯થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી સુરત જિલ્લામાંથી સૌથી વધુ ૩૧૩૫૨ કિગ્રા ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે જ્યારે ૯૧૨ ગાય-૮ બળદ-૩૧૪ વાછરડાં-૧ આખલા સહિતના ગૌવંશને પકડવામાં આવ્યા છે. પરંતુ આ મામલે ૧૨ આરોપીને પકડવાના હજુ બાકી છે. બીજી તરફ અમદાવાદમાંથી બે વર્ષમાં ૯૮૩૫ કિગ્રા ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે. પકડવામાં આવેલા ગૌવંશની સંખ્યા ૧૨૮ છે. જેમાં ૫૧ ગાય-૩૬ બળદ-૪૦ વાછરડાં-૧૧ આખલાનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાંથી હજુ આ મામલે ૮ની ધરપકડ બાકી છે.
અમદાવાદ જિલ્લામાંથી હજુ આ મામલે ૮ની ધરપકડ બાકી
આ સિવાય અન્યત્ર દાહોદ જિલ્લામાંથી ૭૦૭૫ કિગ્રા, વડોદરા જિલ્લામાંથી ૧૫૬૫.૭ કિગ્રા, રાજકોટમાંથી ૨૬૪૯ કિગ્રા, ગીર સોમનાથમાંથી ૨૨૦૪ , ભાવનગરમાંથી ૧૪૫૦ કિગ્રા, ખેડામાંથી ૧૨૦૦ કિગ્રા, ગાંધીનગરમાંથી ૧૦૦૫ કિગ્રા ગૌમાંસનો જથ્થો છલ્લા બે વર્ષમાં જપ્ત કરાયો છે. માત્ર સાબરકાંઠા-બનાસકાંઠા-પોરબંદર-જામનગર-મોરબી-નર્મદા-બોટાદ એવા જિલ્લાઓ છે જ્યાં છેલ્લા બે વર્ષમાં ગૌમાંસનો કોઇ જથ્થો ઝડપાયો નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31