Last Updated on March 18, 2021 by
સરકાર દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા પ્રમાણે માઈક્રોબ્લોગિંગ કૂ એપમાં ચીની કંપનીનું રોકાણ નિયમ પ્રમાણે છે અને આ એપનો વિકાસ દેશમાં જ થયો છે.
શું છે કેસ
અનેક સરકારી વિભાગો અને સેલિબ્રિટી કૂ એપમાં જોડાયા ત્યારથી તે ખૂબ ચર્ચામાં છે. તે ટ્વીટરના દેશી સંસ્કરણ તરીકે ઓળખાવા લાગી છે. પરંતુ ત્યારથી એક નવો વિવાદ પણ સામે આવ્યો છે કે, તેની પેરેન્ટ કંપની Bombinate ટેક્નોલોજીમાં ચીનની કંપની Shunwei કેપિટલે રોકાણ કરેલું છે. જો કે, કંપનીમાં તેનું રોકાણ 9 ટકા કરતા પણ ઓછું છે.
લોકસભામાં સવાલ
લોકસભામાં એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું સરકાર જાણે છે કે કૂ એપની પેરેન્ટ કંપનીમાં એક ચીની ફર્મનું રોકાણ છે?
આ સવાલના લેખિત જવાબમાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી સંજય ધોતરે કહ્યું કે, 17 એપ્રિલ, 2020 પહેલા આઈટી કંપનીઓમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા રોકાણની મંજૂરી હતી. આ રોકાણ તેના પહેલા થયું હતું માટે નિયમ પ્રમાણે છે. 17 એપ્રિલ, 2020 પહેલા સરકાર એક નવું નોટિફિકેશન લાવી હતી જે મુજબ પાડોશી દેશમાંથી આવતા એફડીઆઈ માટે આકરી તપાસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ છે પ્રમુખ રોકાણકારો
આ એપના પ્રમુખ રોકાણકારોમાં પૂર્વ ક્રિકેટર જવાગલ શ્રીનાથ, બુક માય શોના ફાઉન્ડર આશીષ હેમરાજાની, ઉડાનના કો ફાઉન્ડર સુજીત કુમાર, ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિ અને જેરોધાના ફાઉન્ડર નિખિલ કામતનો સમાવેશ થાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31