Last Updated on March 14, 2021 by
ચીન હવે પાડોશી દેશો સહિત વિશ્વના અન્ય દેશો માટે માથાનો દુઃખાવો બની રહ્યું છે. ભારત સરહદ હોય, તાઇવન મુદ્દો હોય, હોંગકોંગનો મુદ્દો હોય કે પછી દક્ષિણ ચીન સાગરનો મુદ્દો હોય. ચારે તરફ ચીન પોતાની દાદાગીરી વધારી રહ્યું છે. માત્ર સમુદ્ર પર જ નહીં પરંતુ ચીન હવે જમીન ઉપર પણ કિલ્લાબંધી કરવામાં લાગી ગયું છે જેના કારણે ઘણાં દેશો સાથે તેનો વિવાદ વધી ગયો છે.
દક્ષિણ ચીન સાગરથી લઇને હિંદ મહાસાગર સુધી ચીનની તાકાતમાં વધારો
ભારત, તાઇવાન, જાપાન અને વિયેતનામ સહિતના પાડોશી દેશોની સાથે વધી રહેલા તણાવ વચ્ચે ચીન દક્ષિણ ચીન સાગરથી લઇને હિંદ મહાસાગર સુધી પોતાની તાકાત વધારી રહ્યું છે. ચીને તાઇવાનથી લઇને ભારત સુધી એવી જબરદસ્ત કિલ્લાબંધી કરી છે કે જેને પાર કરવી સરળ નહીં હોય.
દક્ષિણ ચીન સાગરમાં ચીન ઝડપથી પોતાની સેનાની ઉપસ્થિતિ વધારી રહ્યું છે. તે કંબોડિયાના માર્ગે અંદામાન નિકોબારમાં સ્થિત ભારત નૌસેનાના બેઝ પર દબાણ બનાવવાની ચાલ ચાલી રહ્યું છે. હિંદ મહાસાગરમાં પહેલાની તુલનાએ હવે ચીનની સબમરીન વધુ સંખ્યામાં પેટ્રોલિંગ કરવા લાગી છે. હિમાલયના ક્ષેત્રમાં પણ લદ્દાખથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી ચીન ઘણા સૈન્ય ઠેકાણાઓને ઝડપથી અપગ્રેડ કરી રહ્યું છે.
ચીન ઘણાં વર્ષોથી પોતાના સૈન્ય વિસ્તાર અભિયાનને ચલાવી રહ્યું છે
ચીની સેનાના ટોપ મિલિટ્રી જનરલ ઝૂ કિઇલિયાંગે તાજેતરમાં જ એલાન કર્યું છે કે, યુદ્ધના વધી રહેલા ખતરાની વચ્ચે તેમનો દેશ પોતાની સામરીક શક્તિ વધારવામાં વધુ ખર્ચ કરવા જઇ રહ્યો છે. જો કે સેટેલાઇટ તસ્વીરો પરથી તે વાતની જાણ થાય છે કે ચીન ઘણાં વર્ષો પહેલાંથી જ પોતાના સૈન્ય વિસ્તાર અભિયાનને લઇને ચલાવી રહ્યું છે.’
જનરલ ઝૂ કિઇલિયાંગનું સ્થાન ચીની સૈન્ય અધિકારીઓના લિસ્ટમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાદ બીજા નંબરે આવે છે. તેઓ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના પોલિત બ્યૂરોના મુખ્ય 25 સભ્યોમાંથી એક છે. જનરલ ઝૂ કિઇલિયાંગનું ચીની સેના અને ચીની સરકારમાં ખાસુ વર્ચસ્વ છે. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રતિનિધિઓએ ચાલુ સપ્તાહે આયોજીત નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં જનરલ ઝૂ કિઇલિંયાગ સાથે મુલાકાત કરી.
જ્યાર બાદ એક સંયુક્ત નિવેદનમાં જણાવાયું કે, ‘તેમનો દેશ થ્યૂસીડાઇડ્સ ટ્રેપ અને સરહદ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેવામાં દેશની પાસે પોતાના રક્ષા બજેટને વધારવા માટેના પૂરતા કારણો છે. બીજી તરફ ક્વોડ સમિટના કારણે પણ ચીન ખતરો અનુભવી રહ્યું છે. ક્વોડના સભ્ય દેશોએ લદ્દાખમાં ચાલી રહેલા તણાવને લઇને ભારતને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. ક્વોડની બેઠકમાં મોટા ભાગે ચીનને સંલગ્ન બાબતો પર રણનીતિ ઘડવામાં આવી. જે મુદ્દાઓની ચર્ચા કરાઇ તે તમામ મુદ્દાઓને ચીન પોતાની વિરૂદ્ધ માની રહ્યું છે.’
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31