GSTV
Gujarat Government Advertisement

દાદાગીરી/ ચીને વાયુસેનાના 24 લડાકુ વિમાનો એક સાથે મોકલ્યા, અત્યાર સુધીની સૌથી મોટી ઘૂસણખોરી

Last Updated on March 27, 2021 by

ભારત સહિતના સંખ્યાબંધ પાડોશી દેશો સાથે સીમા વિવાદ સર્જીને પંગો લેનાર ચીનના ટાર્ગેટ પર તાઈવાન પણ છે. તાઈવાનને તો પોતાનો જ હિસ્સો માનતું ચીન છાશવારે તાઈવાન પર હુમલો કરવાની ધમકી આપવાની સાથે સાથે તેની હવાઈ સીમામાં પણ ઘૂસણખોરી કરતું હોય છે. જોકે આ વખતે ચીને અત્યાર સુધીની સૌથી મોટી ઘૂસણખોરી કરી છે.

ચીન

મળતા અહેવાલ પ્રમાણે ચીને તાઈવાનની હવાઈ સીમામાં પોતાની વાયુસેનાના 24 લડાકુ વિમાનો એક સાથે મોકલ્યા હતા. અલગ અલગ પ્રકારના વિમાનોમાં કેટલાક પરમાણુ બોમ્બ લોન્ચ કરી શકે તેવા બોમ્બર વિમાનોનો પણ સમાવેશ થતો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પહેલા ચીની વાયુસેનાના વિમાનોએ 19 ફેબ્રુઆરીએ મોટા પાયે ઘૂસણખોરી કરી હતી. તે વખતે ચીને તાઈવાન પર ધોંસ જમાવવા માટે પોતાના નવ વિમાનોને મોકલ્યા હતા.

ચીને તો ધમકી પણ આપેલી છે કે, તાઈવાનની સ્વતંત્રતાના મતલબ જ યુધ્ધ થાય છે. તાઈવાનને મદદ કરતા આવેલા અમેરિકાને પણ ચીન ધમકી આપી ચુક્યુ છે. ચીનના રક્ષા મંત્રાલયના પ્રવકતાએ જાન્યુઆરીમાં પણ કહ્યું હતું કે, જે લોકો આગથી રમી રહ્યા છે તેઓ પોતે પણ આ આગમાં સળગી જઈ શકે છે. તાઈવાનની સ્વતંત્રતાનો મતલબ યુધ્ધ જ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો