GSTV
Gujarat Government Advertisement

વાહ રે મોદી સરકાર! સરહદે તંગદિલી છતાં ભારતે ચીન પાસેથી અધધ રૂપિયાની સામગ્રી આયાત કરી, આટલો મોટો છે આંકડો

ચીન

Last Updated on March 19, 2021 by

૨૦૨૦માં ભારત-ચીન વચ્ચે સરહદી તંગદિલી રહી હતી. એ દરમિયાન જોકે, ભારતે ચીન પાસેથી ૫૮.૭૧ અબજ ડોલર એટલે કે અંદાજે ૪૨૬૭ અબજ રૃપિયાની સામગ્રી આયાત કરી હતી. ચીન ભારતનો પહેલા નંબરનો આયાતકાર દેશ હતો. એ પછી અમેરિકા, યુએઈ, સાઉદી અને ઈરાકનો નંબર આવતો હતો. રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં માહિતી આપી હતી એ પ્રમાણે ભારતે ચીન પાસેથી ૨૦૨૦ના કોરોના વર્ષ દરમિયાન ૪૨૬૭ અબજ રૃપિયાની ચીજવસ્તુઓની આયાત કરી હતી. એક તરફ ભારત-ચીન વચ્ચે લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ (એલએસી) મુદ્દે વિવાદ ચાલતો હતો ને બીજી તરફ ચીન પાસેથી ભારતે સંખ્યાબંધ ચીજવસ્તુઓ મંગાવી હતી.

ચીન

ભારતે ચીન પાસેથી કમ્પ્યુટર્સ હાર્ડવેર, ફર્ટિલાઈઝર, ગુડ્સ પ્રોડક્ટ્સ, ઓર્ગનિક કેમિકલ, દવા, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ વગેરે મંગાવ્યું હતું

ભારતે જાન્યુઆરી-૨૦૨૦થી ડિસેમ્બર-૨૦૨૦ દરમિયાન ચીન પાસેથી ૫૮.૭૧ અબજ ડોલર એટલે કે અંદાજે ૪૨૬૭ રૃપિયાની ચીજવસ્તુઓની આયાત કરી હતી, જેમાં કમ્પ્યુટર્સ હાર્ડવેર, ફર્ટિલાઈઝર્સ, ગુડ્સ પ્રોડકટ્સ, ઓર્ગેનિક કેમિકલ, દવા, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ વગેરનો સમાવેશ થતો હતો.

ભારતના સૈનિકો ચીનના સૈનિકો સામે બાથ ભીડીને સરહદની રખેવાણી કરતા હતા અને એવું કરવામાં ઘણાં સૈનિકો શહીદ પણ થયા હતા. બીજી તરફ ભારતની સરકારે ચીનના વેપારીઓ માટે મોકળું માર્કેટ કરી આપ્યું હતું. એ જ કારણે ૨૦૨૦માં આયાતની બાબતે ચીન ભારતમાં પ્રથમ ક્રમે હતું.

ચીન

ભારતે ૨૦૨૦માં કુલ ૩૭૧.૯૮ અબજ ડોલરની આયાત કરી

ચીન પછી ૨૬.૮૯ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત સાથે અમેરિકા બીજા ક્રમે, ૨૩.૯૬ અબજ ડોલરની આયાત સાથે યુએઈ ત્રીજા, ૧૭.૭૩ અબજ ડોલર સાથે સાઉદી ચોથા અને ૧૬.૨૬ અબજ ડોલરની સામગ્રી સાથે ઈરાક પાંચમા ક્રમે રહ્યા હતા. ભારતે ૨૦૨૦માં કુલ ૩૭૧.૯૮ અબજ ડોલરની આયાત કરી હતી, એમાંથી ૧૪૩.૫૫ અબજ ડોલરની આયાત તો ઉપરોક્ત પાંચ દેશો પાસેથી જ કરી હતી. કુલ આયાતના ૩૮.૫૯ ટકા આયાત પાંચ દેશો પાસેથી કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રીએ અહેવાલમાં કહ્યું હતું કે જરૃરી ચીજવસ્તુઓની માગ પૂરી કરવા માટે ચીન પાસેથી વિવિધ ચીજવસ્તુઓની આયાત કરવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ માલા રોયે લેખિતમાં સવાલ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ એનો જવાબ આપતા આ માહિતી લેખિતમાં આપી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ ભારત-ચીન વચ્ચેની આયાત-નિકાસના અહેવાલો રજૂ થયા હતા, એમાં પણ ચીન પાસેથી ભારતે ૫૮.૭૧ અબજ ડોલરની સામગ્રી ખરીદી હોવાનું કહેવાયું હતું. બીજી તરફ ચીને ભારત પાસેથી માત્ર ૧૯ અબજ ડોલરની જ નિકાસ કરી હતી. બંને વચ્ચે ૭૭.૭ અબજ ડોલરની લેવડ-દેવડ થઈ હતી, પરંતુ એમાંથી નિકાસ ઓછી અને આયાત વધારે થઈ હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો