Last Updated on March 11, 2021 by
કોરોના વાયરસ મહામારી વચ્ચે ‘વાયરસ પાસપોર્ટ’ ખૂબ જ ચર્ચામાં છે. આ બધા વચ્ચે ચીને પોતાના આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે હેલ્થ સર્ટિફિકેટ પ્રોગ્રામની શરૂઆત કરી દીધી છે. ચીન આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. મતલબ કે, દેશમાં પ્રવેશનારા અને દેશની બહાર જનારા લોકો પાસે એક ડિજિટલ સર્ટિફિકેટ હશે જે યુઝરનું વેક્સિન સ્ટેટસ અને ટેસ્ટના પરિણામ બતાવશે. અન્ય કેટલાક દેશો પણ આ સર્ટિફિકેટ માટે વિચાર કરી રહ્યા છે.
આ સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ દ્વારા ઉપલબ્ધ થશે. સરકારે સોમવારથી તેની શરૂઆત કરી દીધી છે. જો કે, આ સર્ટિફિકેટ માત્ર ચીની નાગરિકોને જ ઉપલબ્ધ થશે અને હાલ તેને ફરજિયાત નથી કરવામાં આવ્યું. ડિજિટલ ફોર્મેટ ઉપરાંત આ સર્ટિફિકેટ પેપર ફોર્મેટમાં પણ રહેશે અને તેને વિશ્વનો પ્રથમ વાયરસ પાસપોર્ટ કહેવામાં આવી રહ્યો છે.
અન્ય દેશોની સ્થિતિ
અમેરિકા અને બ્રિટન હાલ આવી પરમિટ લાગુ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. યુરોપિયન સંઘ પણ વેક્સિન ‘ગ્રીન પાસ’ પર કામ કરી રહ્યું છે. તેના દ્વારા નાગરિક સંઘના સદસ્ય દેશ અને બીજા વિદેશ જઈ શકાશે. ન્યૂઝ એજન્સી શિન્હુઆના અહેવાલ પ્રમાણે ચીનમાં શરૂ થયેલા આ કાર્યક્રમમાં એક QR કોડ સામેલ હશે જે તમામ દેશોના મુસાફરના સ્વાસ્થ્યની જાણકારી આપશે. ચીનમાં ઘરેલુ પાસપોર્ટ અને અન્ય સાર્વજનિક જગ્યાઓએ પ્રવેશ માટે વીચેટ અને અન્ય ચીની સ્માર્ટફોન એપમાં રહેલો QR કોડ જરૂરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31