Last Updated on March 6, 2021 by
ચીને ૨૦૨૧માં પોતાનું સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યુ છે. ભારતના સંરક્ષણ બજેટ કરતા આ રકમ ત્રણ ગણી વધારે છે. ચીને ગત વર્ષના સંરક્ષણ બજેટ કરતા ચાલુ વર્ષે ૬.૮ ટકાનો વધારો કર્યો છે. ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રથમ દિવસે ચીનના વડાપ્રધાન લિ કેકિયાંગે ચાલુ વર્ષના સંરક્ષણ બજેટની જાહેરાત કરી હતી. ચીને સંરક્ષણ બજેટમાં એવા સમયે વધારો કર્યો છે જ્યારે ચીનની ભારત અને અમેરિકા સાથે તંગદિલી ચાલી રહી છે.
ભારત કરતા ચીનનું સંરક્ષણ બજેટ ત્રણ ગણું
ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ચીને સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર રાખ્યું છે. આ સાથે જ સળંગ છ વર્ષથી ચીન પોતાના સંરક્ષણ બજેટમાં સિંગલ ડિજિટ ટકાનો વધારો કરી રહ્યું છે.
જો કે અમેરિકાની સરખામણીમાં ચીનનું બજેટ હજુ પણ ઘણુ ઓછું છે. અમેરિકાએ ૨૦૨૧ માટે સંરક્ષણ માટે ૭૪૦ અબજ ડોલરનું બજેટ ફાળવ્યું છે. જેની સામે ચીને ૨૦૯ અબજ ડોલરનું બજેટ ફાળવ્યું છે. એટલે કે ચીનનું સંરક્ષણ બજેટ અમેરિકાની સરખામણીમાં ફક્ત ૨૮ ટકા જ છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચીને સંરક્ષણ બજેટ માટે ૧૯૬.૪૪ અબજ ડોલર ફાળવ્યા હતાં.
ભારત અને અમેરિકા સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે ચીને ગયા વષની સરખાંમણીમાં ૬.૮ ટકાનો વધારો કયા
બીજી તરફ ચીને ૨૦૨૧માં જીડીપીનો લક્ષ્યાંક ૬ ટકાથી વધારે રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરાના મહામારીની સૌૈથી પહેલી અસર ચીનમાં જોવા મળી હતી અને આ મહામારીમાંથી મુક્ત થવામાં પણ આ જ દેશ પ્રથમ છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં ચીનનો જીડીપી ૨.૩ ટકા રહ્યો હતો. જે છેલ્લા કેટલાક દાયકાઓનો સૌથી ઓછો છે. કેકિઆંગે ચીનની સંસદમાં જણાવ્યું હતું કે વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્રે ૨૦૨૧માં છ ટકાથી વધારે દરથી વિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આઇએમએફએ પણ ૨૦૨૧માં ચીનનો જીડીપી ૮.૧ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31