GSTV
Gujarat Government Advertisement

મુંબઈનો અંધારપટ એ ષડયંત્ર : ચીનના સાયબર એટેકથી થયો હતો બ્લેકઆઉટ, અમેરિકાએ કર્યો મોટો ખુલાસો

ચીન

Last Updated on March 1, 2021 by

ગત વર્ષે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે ઘર્ષણ બાદ ચીને ભારતમાં સાઈબર અટેકનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી તેમના આ સાઈબર અટેકના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક દિવસ માટે બ્લેકઆઉટ થયું હતું. દેશની આર્થિક રાજધાનીમાં લાઈટ ગૂલ થઈ ગઈ હતી અને કોરોનાકાળમાં હોસ્પિટલોમાં જનરેટરની મદદથી કામ ચલાવવું પડ્યું હતું. અમેરીકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

અચાનક વિજળી ગૂલ થવાના કારણે 2 કરોડ લોકો અંધારામાં ડૂબી ગયા

ગલવાન હિંસાના ચાર મહિના બાદ અચાનક વિજળી ગૂલ થવાના કારણે ટ્રેનો બંધ થઈ ગઈ હતી અને સ્ટોક માર્કેટ પણ ઠપ્પ થઈ ગયું હતું. શહેરના 2 કરોડ લોકો અંધારામાં ડૂબી ગયા હતા. હોસ્પિટલોમાં ઈમર્જન્સી જનરેટર ચાલુ કરવા પડ્યા હતા .જેથી વેન્ટિલેટર ચાલતા રહે અને આ તે સમયગાળો હતો જ્યારે ભારતમાં કોરોના પીક લેવલ પર હતો. ગત વર્ષે 12 ઓક્ટોબરના દિવસે મુંબઈમાં બ્લેકઆઉટ થયું હતું. હવે નવા સ્ટડીથી જાણવા મળ્યું છે કે આ બધી ઘટનાઓ પરસ્પર જોડાયેલી હતી.

ઉલ્લેખનિય છે કે એ સમયે પણ ભારતીય અધિકારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈમાં સાઈબર હુમલાની પાછળ ચીની સાઈબર અટેક હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બધી ઘટનાઓ ચીનના એક મોટા સાઈબર અભિયાનનો ભાગ હતી જેનો હેતુ ભારતના પાવર ગ્રીડને ઠપ્પ કરવાનો હતો. એટલું જ નહી ચીને તો ત્યાં સુધીની યોજના બનાવી લીધી હતી કે જો ગલવાનમાં ભારત દબાવ બનાવે છે તો તે સમગ્ર દેશને અંધારામાં ડૂબાવી દેશે.

ચીન

ચીની મેલવેયર ભારતમાં વિજળી સપ્લાઈના કંટ્રોલ સિસ્ટમમાં ઘુસી ચુક્યા હતા

સ્ટડીમાં એ ખુલાસો થયો છે કે હિમાલયમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ચીની મેલવેયર ભારતમાં વિજળી સપ્લાઈના કંટ્રોલ સિસ્ટમમાં ઘુસી ચુક્યા હતા. તેમાં હાઈ વોલ્ટેજ ટ્રાંસમિશન સબસ્ટેશન અને થર્મલ પાવર પ્લાંટ પણ સામેલ હતા.

ચીની સાઈબર અટેકનો ખુલાસો અમેરીકન સાઈબર ફર્મ રેકોર્ડેડ ફુચરે કર્યો. જોકે કંપનીએ એ પણ જાણ્યું કે, મોટાભાગ મેલવેયર ક્યારેય એક્ટિવ નહોતા થયા. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર સ્ટુઅર્ટ સોલોમને જણાવ્યું કે કેવી રીતે ચીની કંપની Red Echoએ સાઈબર હુમલાની એડવાન્સ ટેક્નોલોજીની મદદથી ભારતના લગભગ એક ડઝન પાવર ગ્રીડને ચોરીછૂપીથી કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો