GSTV
Gujarat Government Advertisement

ઘરકામ સંભાળતી પૂર્વ પત્નીને આપવા પડશે 5 લાખ : આ કોર્ટે આપ્યો આદેશ, વાયરલ થઈ રહ્યો છે આ કેસ…

Last Updated on February 25, 2021 by

ચીનમાં એક અદાલતે ખાસ નિર્ણયમાં એક વ્યક્તિએ પોતાની પૂર્વ પત્નીને 7700 ડોલર્સ એટલે લગભગ સાડા પાંચ લાખ રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. બીજીંગ કોર્ટેનનું કહેવુ છે કે, ગત પાંચ વર્ષમાં હાફસ વાઈફ અને બાળકોની પરવરિશને જોતા મહિલાને વળતરના રૂપમાં આ રાશિ અપાશે. ચીનમાં આ પહેલો કેસ છે જયા ઘરમાં કામ કરવાનુ મહત્વ સમજીને કોઈ મહિલાને વળતર અપાઈ રહ્યુ છે.

ચીનમાં આ કેસ વાયરલ થઈ રહ્યો છે. ચીન નેશનલ રેડિયોની વાતચીતમાં જજ ફેંગે કહ્યુ કે, ઘર કામને જોતા તમે કેટલીકવાર તમે પોતાની જાતને વધુ સારી બનાવી શકો છો. જો કોઈ પરીવારમાં એક સાથી ઘરના કામમાં વ્યસ્ત છે તો બીજી વ્યક્તિ તે સમયનો સદુપયોગ કરતા પોતાની પર્સનલ સ્કિલ્સ વધારી શકો છો. અથવા તો તે સમયનો પ્રયોગ કરતા ઓનલાઈન એજ્યુકેશન પ્રાપ્ત કરી શકો છો.

ચીનની કોર્ટમાં વાયરલ થયો આ કેસ

ચેન અને વૉન્ગે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. અને તેનો એક પુત્ર પણ છે. ચેને વર્ષ 2018માં વોન્ગથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તે આ પહેલા પણ બેવાર છૂટાછેડા માટે અપ્લાય કરી ચૂક્યા હતા. પરંતુ વોન્ગ ડિવોર્સ નહોતી ઈચ્છતી. જોકે, બીજીંગના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વોન્ગે કહ્યુ કે, તેણે 25 હજાર ડોલર્સની ચૂકવણી કરવામાં આવે.

વોન્ગનું કહેવુ હતુ કે, તેને આ ધનરાશિ એટલે મળવી જોઈએ કે, તેણીએ ચેનના ઘરનું કામ સંભાળ્યુ હતું. અને બાળકની પણ દેખરેખ રાખી હતી. તેમજ તેણીએ ચેનની માં ના ફલેટ માટે પણ પૈસા આપ્યા હતા. જયારે ચેન કોઈ અન્ય મહિલા સાથે હતો. આ મામલામાં જજે નિર્ણય સંભળાવ્યો અને ડિવોર્સ થઈ ગયા.

વોન્ગને પોતાના દિકરાની કસ્ટડી મળી અને તેને દર મહિને આ બાળકની દેખરેખ માટે લગભગ સાડા 22 હજાર રૂપિયા મળશે તે ઉપરાંત તેને ઘરનું કામ કાજ સંભાળવા માટે સાડા 5 લાખ રૂપિયા પણ મળશે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો