GSTV
Gujarat Government Advertisement

કાવતરું / લદ્દાખમાં ભારત સામે સફળતા ના મળતા ચીનનો નવો પેંતરો, અહીં વસાવ્યા ગામડાં

Last Updated on April 5, 2021 by

લદ્દાખમાં ભારત સામે સફળતા ના મળ્યા બાદ ચીન હવે અરુણાચલ પ્રદેશમાં દક્ષિણ ચીન સાગરવાળી ચાલ ચાલી રહ્યું છે. દક્ષિણી તિબ્બતમાં ભારતીય સરહદ પાસે આવેલા વિસ્તારમાં ચીને ઝડપથી માનવ વસાહતોનું નિર્માણ શરૂ કરી દીધું છે. અમુક મહિના અગાઉ આવી ઘણી તસવીરો વાઈરલ થઈ હતી જેમાં દાવો કરવામા આવ્યો હતો કે ચીને અરુણાચલમાં ભારતીય સરહદ પાસેના વિસ્તારોમાં ઘણા ગામ વસાવ્યા છે. હવે નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે, ચીન દક્ષિણ ચીન સાગરમાં પોતાનો દાવો મજબૂત કરવા માટે આ ચાલનો પ્રયોગ કરી રહ્યું છે.

નિષ્ણાંતોએ જણાવ્યું કે, દક્ષિણ ચીન સાગરમાં ચીને બનાવેલા કૃત્રિમ ટાપુઓ જેવી જ આ ચાલ છે. દક્ષિણ ચીન સાગરમાં એક પણ ગોળી ચલાવ્યા વગર ચીને જળસીમાની વ્યાખ્યા બદલવા પ્રયાસ કર્યો. ચીન હવે વિસ્તારવાદને પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ હાઈબ્રિડ વૉરફેર તરીકે આગળ વધારી રહ્યું છે. દક્ષિણ ચીન સાગરમાં મળેલી સફળતાએ ચીનને હિમાલયના વિસ્તારોમાં આ ચાલ ચાલવા પ્રોત્સાહન આપ્યું છે. એક અહેવાલ અનુસાર, ચીને ભારત અને તિબ્બત વચ્ચેના ખાલી વિસ્તારમાં બળજબરીપૂર્વક ગામ વસાવ્યું છે.

ચીને વસાવેલા ગામડા ભારત માટે ચિંતાજનક વાત

ચીન વસાવેલુ ગામડું ભારત માટે ચિંતાજનક વાત છે. કારણે કે આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબ્બતનો ભાગ ગણાવી માન્યતા આપવાથી ઇનકાર કરે છે, જ્યારે ભારત સમયાંતરે કડક વલણ અપનાવી સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશ અમારો અભિન્ન અંગ છે. ગત વર્ષે જ ચીને આ વિસ્તારથી કેટલાક ભારતીયોનું અપહરણ કર્યું હતું, ચીન દબાણ આવતા અંતે તેઓને મુક્ત કર્યા હતા.

ચીન

પોતાના વિસ્તારમાં નિર્માણ કર્યું- ચીન

ભારતમાં મીડિયા રિપોર્ટમાં સેટેલાઇટ તસવીરોના આધારે દાવો કરવામાં આવ્યો હતો કે ચીને અરુણાચલ બોર્ડર પર નવા ગામડાં વસાવ્યા છે. તેના પર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમે અમારા વિસ્તારમાં નિર્માણ કર્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે ક્યારેય પણ કથિત અરુણાચલ પ્રદેશને માન્યતા નથી આપી.

Also Read

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો