Last Updated on March 11, 2021 by
ચીનની સંસદે તિબેટમાં બ્રહ્મપુત્ર પર બંધ બાંધવા સંબંધી 14 મી પંચવર્ષીય યોજનાને મંજુરી આપી દીધી છે. અબજો ડોલરનાં ખર્ચે તૈયાર થયેલી પરિયોજના સંબંધી 14મી પંચવર્ષીય યોજનાને મંજુરી આપી છે. આ પ્રોજેક્ટ અરૂણાચલ પ્રદેશની સરહદે નજીક તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિવાદાસ્પદ જળ વિદ્યુત પરિયોજનાનો પણ સમાવેશ થાય છે. જે અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે.
નેશનલ પિપલ્સ કોંગ્રેસ (NPC)એ 6 દિવસનું સત્ર અંતિમ દિવસે ગુરૂવારે રાષ્ટ્રિય આર્થિક અને સમાજીક વિકાસ માટે 14મી પંચવર્ષીય યોજના (2021-2025)ને મંજુરી આપી દીધી.
NPCમાં બે હજારથી વધુ સભ્ય છે, જેમાંથી સૌથી વધુ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં છે, સત્રમાં ચીનનાં પ્રમુખ શી જિનપિંગ, વડાપ્રધાન લી ક્વિંગ અને અન્ય અગ્રણી નેતાઓએ ભાગ લીધો.
14 મી પંચવર્ષીય યોજનામાં બ્રહ્મપુત્રા નદીનાં નીચલા પ્રવાહ પર ડેમ બનાવવાનું શામેલ છે. જેમાં ભારત અને બાંગ્લાદેશે ચિંતા વ્યક્ત કરી છે. ચીને આવી ચિંતાઓને દૂર કરતા કહ્યું છે કે તે તેમના હિતોને ધ્યાનમાં લેશે. ભારત સતત ચીનનાં અધિકારીઓને તેની ચિંતાથી અવગત કરાવતું રહે છે અને તેમને એ સુનિશ્ચિત કરાવવાનો આગ્રહ કરી રહ્યું છે કે તેની કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિથી તેના હિતોને નુકસાન ન પહોંચે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31