GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર / ચાઇલ્ડ ઇન્શ્યોરન્સ પોલીસી મારફતે લાંબા ગાળા માટે કરી શકશો રોકાણ, ભવિષ્ય થઈ જશે સુરક્ષિત

Last Updated on April 1, 2021 by

આજકાલ ભવિષ્યની જરૂરીયાતોને જોતા દરેક વ્યક્તિ માટે ઇન્શ્યોરન્સ પોલીસીમાં રોકાણ કરવુ ખુબ જ મહત્વનું બની ગયુ છે. ઇન્શ્યોરન્સ પોલીસીમાં નિવેશ કરવાથી જ્યાં મેચ્યોરીટી પર સારૂ એવુ રીટર્ન મળે છે ત્યાં બીજી તરફ લાઇફ કવરની સુવિધા પણ મળે છે. તેનાથી મુશ્કેલીના સમયમાં પરીવારને મદદ પણ મળે છે. લાઇફ ઇન્શ્યોરન્સ પોલીસી અનેક પ્રકારની હોય છે. લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC ) સીવાય પણ એવી અનેક કંપની છે જે ઇન્શ્યોરન્સના ક્ષેત્રમાં કામ કરી રહી છે. લાઇફ ઇન્શ્યોરન્સમાં બાળકો માટે પણ ખાસ પ્લાન આવે છે જેને ચાઇલ્ડ ઇન્શ્યોરન્સ પ્લાન કહેવામાં આવે છે. તે સેવીંગ અને ઇન્શ્યોરન્સનું ભેગુ સ્વરૂપ છે. તેમાં લાંબા સમય માટે રોકાણ કરીને ભવિષ્યની જરૂરીયાતોને પુરી કરી શકાય છે. તેના વીશે થોડુ વધુ જાણીએ.

ચાઇલ્ડ લાઇફ ઇન્શ્યોરન્સની સુવિધા LIC સીવાય બીજી વીમા કંપની પણ આપે છે. ચાઇલ્ડ ઇન્શ્યોરન્સ પ્લાનને અલગ અલગ વિભાગોમાં વહેચી શકાય છે. આ રકમ બાળકની હાઇસ્કુલની ફી, તેના કોલેજના શીક્ષણ માટે અથવા તેના લગ્ન માટે ઉપયોગમાં લઈ શકાય છે.

ચાઇલ્ડ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાનનો એક ફાયદો એ પણ છે કે તેમાં એ વાતની ગેરેંટી મળે છે કે જો તમારી સાથે કોઈ દુર્ઘટના ઘટે છે તો આ પ્લાન થકી આપના બાળકની દરેક જરૂરીયાત પુરી થઈ શકે છે. આપના બાળકે કોઈ સામે હાથ ફેલાવવો નહી પડે. આમ ચાઇલ્ડ પ્લાન એક એવુ માધ્યમ છે જેનાથી તમારા બાળકનુ ભવિષ્ય જ સુરક્ષિત નથી થતુ પરંતુ તેમના સપના પણ પુરા થાય છે.

ચાઇલ્ડ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાનમાં લાઇફ કવર મળે છે. જો વીમાધારકનું આકસ્મિક મૃત્યુ થાય તો પ્રીમિયમ વેવરનો ફાયદો પણ મળે છે. આ સુવિધા અંતર્ગત પ્રીમિયમ જમા કરાવવામાંથી મુક્તિ મળે છે. તેમાં ટેક્સમાંથી મુક્તિનો પણ લાભ મળે છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો