Last Updated on March 14, 2021 by
1 એપ્રિલ 2021થી દેશની કેટલીક બેંકોની જુની વ્યવસ્થા બદલાઈ રહી છે. આ બદલાવના કારણે તમારી પાસે રાખેલી જૂની પાસબુક, ચેકબુક અને ઈન્ડિયન ફાઈનાન્શિયલ સર્વિસ કોડ (IFSC Code)તમને કોઈ કામમાં નહિ આવે. તમામે તમામ ઈનવેલિડ થઈ જશે.
જી હાં, આ તે બેંક છે જેનો બીજી બેંકોમાં વિલય 1 એપ્રિલ 2019 અને 1 એપ્રિલ 2020થી પ્રભાવી થયો છે. જે બેંકોના દસ્તાવેજ બેકાર થઈ જશે તેનું નામ દેના બેંક, કોર્પોરેશન બેંક, વિજયા બેંક, ઓરિએંટલ બેંક ઓફ કોમર્સ, આંધ્રા બેંક, યૂનાઈટેડ બેંક અને ઈલાહાબાદ બેંક છે.
કઈ બેંકનો કઈ બેંકમા થયો વિલય
કેન્દ્ર સરકારે કેટલીક નાની બેંકોનો વિલય મોટી બેંકોમાં કરાયો છે. એવામાં વિલય થનારી બેંકો ચેકબુક, પાસબુક, IFSC Code તમામ બદલી દેવામાં આવશે. એવામાં જૂની ચેકબુક, પાસબુક અને IFSC Code હવે નહિ ચાલે. આ બેંકોના ગ્રાહકોને બેંકના કામ કરવા માટે 1 એપ્રિલ 2021થી નવી ચેકબુક લાવી પડશે.
તમને જણાવી દઈએ કે, દેના બેંક અને વિજયા બેંક, બેંક ઓફ બરોડામાં ભળી ગયા છે. અને આ મર્જર 1 એપ્રિલ 2019 થી અમલમાં છે આવી છે આ ઉપરાંત ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાના પંજાબ નેશનલ બેંકમાં મર્જર ગયો છે. તે જ સમયે, સિન્ડિકેટ બેંકને કેનેરા બેંકમાં મર્જ કરવામાં આવી છે.
આ બેંકોના ગ્રાહકોને રાહત મળશે
જો કે, આ મર્જરથી સિન્ડિકેટ બેંક અને કેનરા બેંકના ગ્રાહકોને થોડી રાહત મળશે. સિન્ડિકેટ બેંકના ગ્રાહકોની હાલની ચેકબુક 30 જૂન, 2021 સુધી માન્ય રહેશે. સિન્ડિકેટ બેંકના ગ્રાહકોએ આ પછી નવી ચેક બુક લેવી પડશે. આ ઉપરાંત જે બેંકોમાં મર્જ કરવામાં આવી રહ્યું છે તેમને 31 માર્ચથી નવી ચેક બુક લેવાની રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31