Last Updated on March 22, 2021 by
આજના સમયમાં આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. બેંકથી લઇને પ્રાઇવેટ કંપનીઓ સુધી, દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર હવે પડી શકે છે. આધાર હવે આપણા દૈનિક જીવનનો એક હિસ્સો બની ચુક્યુ છે. તેવામાં ઘણીવાર ભૂલથી આપણુ આધાર કાર્ડ કોઇ બીજા વ્યક્તિ પાસે જતુ રહે છે અને તે તેનો દુરુપયોગ કરે છે. આ બધાથી બચવા માટે તે જાણવુ ખૂબ જ જરૂરી છે કે ક્યાં ક્યાં તમારુ આધાર કાર્ડ યુઝ થઇ રહ્યું છે.
આ રીતે ચેક કરો ક્યાં ક્યાં યુઝ થઇ રહ્યું છે તમારુ આધાર કાર્ડ
સૌપ્રથમ https://resident.uidai.gov.in વેબસાઇટ ખોલો. ત્રીજી કોલમમાં નીચે ત્રીજી લિંક હશે આધાર ઓથેંટિકેશન હિસ્ટ્રીની. આ લિંક પર ક્લિક અથવા ટેપ કરો અને પેજ પર જાઓ.
હવે તમારો આધાર નંબર અને સિક્યોરિટી કોડ ભરો.
તે બાદ ‘Generate OTP’ પર ક્લિક કરો.
તે બાદ Send OTP પર ક્લિક કરો અને તમારા રજીસ્ટર્ડ મોબાઇલ પર OTP મળશે.
ઓટીપી નાંખ્યા બાદ અન્ય કેટલાંક વિકલ્પો જોવા મળશે, તેમાં સૂચનાનો સમયગાળો અને ટ્રાન્જેક્શનની સંખ્યા જણાવવી પડશે. તમારો OTP નાંખ્યા બાદ ‘Submit’ પર ક્લિક કરો.
પસંદ કરવામાં આવેલા સમયગાળામાં ઓથેંટિકેશન રિકવેસ્ટની તારીખ, સમય અને પ્રકાર જાણવા મળશે. જો કે પેજથી તે જાણવા નહીં મળે કે આ રિકવેસ્ટ કોણે કરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31