GSTV
Gujarat Government Advertisement

આ છે દૂનિયાની સૌથી સસ્તી ઈ-કાર, 40 પૈસામાં ચાલે છે એક કિલોમીટર, જાણો કેટલા રૂપિયાથી થઈ રહ્યું છે બુકીંગ

Last Updated on March 20, 2021 by

પેટ્રોલ અને ડીઝલની કિંમતોથી સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે. તેવામાં લોકો બેટરીથી ચાલનાકી ઈલેકટ્રીક કારો તરફ આકર્ષાઈ રહ્યાં છે. ઈલેકટ્રિક વ્હીકલ્સની વધતી માગને જોતા ઓટો નિર્માતા પોતાના ઈલેકટ્રિક મોડલ્સને લોન્ચ કરી રહી છે. મુંબઈ આધારીત સ્ટાર્ટ-અપ કંપની Strom Motors એ તેની પહેલી એન્ટ્રી લેવલ ઈ-કાર Strom R3ને રજૂ કરી છે. કંપની તેને દુનિયાની સૌથી પહેલી સસ્તી ઈલેકટ્રીક કરા જણાવી રહી છે.

કંપનીએ Strom R3નું બુકીંગ લેવાનું શરૂ કરી દીધું છે. સ્ટ્રોમ આર3નું બુકીંગ 10 હજાર રૂપિયાના ટોકનથી જમા કરી શકાય છે. Strom Motors એ વર્ષ 2018માં પોતાની ઈલેકટ્રીક કાર Strom R3ને રજૂ કરી હતી.

કંપનીના જણાવ્યા પ્રમાણે આ ટુ-સીટર ઈલેકટ્રીક કારની બુકીંગ આ વર્ષે કરવા ઉપર તેની ડિલીવરી 2022થી શરૂ કરી દીધી છે. રિપોર્ટ પ્રમાણે કંપનીએ હજુ સુધી આ કારના 7.5 કરોડ રૂપિયા આશરે 165 યુનિટ્સની બુકીંગ કરી લીધું છે. આ આંકડા માત્ર 4 દિવસમાં હાસલ કરવામાં આવ્યો છે.

Strom R3 ત્રણ પૈડા અને બે દરવાજા વાળી ઈલેકટ્રીક કાર છે. આ કારમાં આગળ બે પૈડા છે અને પાછળની તરફ એક જ પૈડુ આપવામાં આવ્યું છે. તેમાં રિવર્સ ટ્રાઈક કોન્ફિગરેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઈલેકટ્રીક કાર મુંબઈ, દિલ્લી અને બેંગલુરૂ જેવા શહેરી વિસ્તારો માટે ખાસરીતે ડિઝાઈન અને વિકાસીત કરવામાં આવી છે. કારને આકર્ષક ડિઝાઈન આપવામાં આવી છે. જેમાં મસ્કુલર ફ્રંટ બંપર, એલઈડી લાઈટ્સ, રિયર સ્પોઈલર, સનરૂફ, એક સફેદ રૂફની સાથે ડ્યુઅલ ટોન કલર મળે છે.

Strom R3 કારમાં ઈલેકટ્રીક મોટર અને લિથિયમ આયન બેટરી પેક મળે છે જે 20 bhpનો પાવર અને 90 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં રિજરેટિવ બ્રેકીંગ સિસ્ટમ દેવામાં આવી છે અને 3 ડ્રાઈવીંગ મોડ- ઈકો, નોર્મલ અને સ્પોર્ટસ મળે છે. કંપનીનો દાવો છે કે આ ઈવીની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાકની છે. કારની બેટરીને ફુલ ચાર્જ થવામાં 3 કલાકનો સમય લાગે છે.

સાથે જ કંપનીએ દાવો કર્યો છે કે આ એન્ટ્રી લેવલ કાર એક વખત ફુલ ચાર્જ થવા ઉપર 200 કિમીની રેન્જ આપે છે. આ કારને ત્રણ વેરિએન્ટ્સમાં ઉતારવામાં આવશે. વેરિએન્ટ્સના આધાર ઉપર તેમાં 120 કિમી, 160 કિમી અને 200 કિમીની ડ્રાઈવિંગ રેન્જ મળશે. કંપનીનું કહેવું છે કે આ કારને ખાસકરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે જે શહેરની અંદર રોજના 10થી 20 કિમીની યાત્રા કરે છે. આ કારને ચલાવવાનો ખર્ચ આશરે 40 પૈસા પ્રતિ કિમી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ કારને ચલાવનારા 3 વર્ષમાં 3 લાખ રૂપિયાની બચત કરી શકશે.

આ કોમ્પેર્ટ ઈવીમાં 12માં એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, 4.3 ઈંચ ડીજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ કંસોલ, ક્લાઈમેટ કંટ્રોલ, રિમોટ કિલેસ એન્ટ્રી જેવા ફિચર્સથી લેસ છે. સાથે જ આ કારમાં IOT-ઈનબલ્ડ કન્ટિન્યુઅસ મોનિટરિંગ સિસ્ટમ અને 4જી કનેક્ટિવિટી, વોઈસ કંટ્રોલ, જેસ્ચર કંટ્રોલ, 20 જીબી ઓનબોર્ડ મ્યુઝિક સ્ટોરેજ અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની સાથે 7 ઈંચની વર્ટિકલ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ દેવામાં આવી છે.

Strom R3 ઈલેકટ્રીક કારમાં બે લોકોને બેસવાની જગ્યા છે. તેમાં બે કેપ્ટન સીટ્સ કે ત્રણ લોકો માટે એક સિંગ બેંચ સીટની સાથે રજૂ કરવામાં આવે તેવી આશા છે. તે સામાન્યરૂપથી એક નાની ઈ-કાર છે. જેની લંબાઈ 2907 મિમી, પહોળાઈ 1405 મિમી અને ઉંચાઈ 1572 મિમી છે. આ કારનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 185 મિમી છે. આ ઈલેકટ્રીકનું વજન 550 કિમી છે. તેમાં 155/80 સેક્શનના ટાયરની સાથે 13 ઈંચના સ્ટીલ વ્હીલસ મળે છે.

સ્ટ્રોમ મોટર્સે દાવો કર્યો છે કે આ ઈલેકટ્રિક કારમાં 400 લીટર લગેજ સ્પેસ માટે ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં કારની પાછળ 300 લીટર અને આગળ 100 લીટર સામાન રાખવાની જગ્યા મળે છે. તેના ફ્રંટમાં બે હાઈડ્રોલિક ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બેક મળે છે. કંપની આ એન્ટ્રી લેવલ ઈવીની સાથે 3 વર્ષ / એક લાખ કિલોમીટરની વોરન્ટી આપી રહી છે.

Strom R3 કાર ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઈલેકટ્રિક કારની શરૂઆતની કિંમત 4.5 લાખ રૂપિયા છે. કંપની શરૂઆતના સમયમાં આ કારની બુકીંગ માત્ર દિલ્લી અને મુંબઈમાં શરૂ કરી છે. બીજા શહેરોમાં તેની બુકીંગ જલ્દી શરૂ કરશે. આ ઈવીને 4 કલર સ્કીમની સાથે રજૂ કરવામાં આવી છે. તેમાં ઈલેકટ્રિક બ્લુ, નિયોન બ્લુ, રેડ અને બ્લેકનો સમાવેશ થાય છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો