Last Updated on March 16, 2021 by
પુડુચેરીમાં ચૂંટણીના ઠીક પહેલા એક ઘટના સામે આવી છે, જેને લઈને ક્યાસ લગાવામાં આવી રહ્યો છે કે, એનડીએમાં બધુ બરોબર નથી લાગતૂ. હકીકતમાં જોઈએ તો, રાજ્યની એક સીટ પર એનડીએ ગઠબંધનના બે સાથી દળ BJP-AIADMK ના ઉમેદવારો નામાંકન પત્ર ભરવા પહોંચ્યા ગયા હતા. પુડુચેરીમાં એનડીએની આગેવાની AINRC કરી રહ્યુ છે. 30 સીટોવાળી વિધાનસભામાં તેમની પાસે ગઠબંધનમાં 16 સીટો છે. બાકી સીટ ભાજપ અને એઆઈએડીએમકેના ખાતામાં જાય છે.
એક સીટ પર ફોર્મ ભરી રહ્યા છે બંને પાર્ટીના ઉમેદવારો
ભાજપ અને એઆઈએડીએમકેની વચ્ચે તમિલનાડૂમાં તો સીટોને લઈ સહમતી થઈ ગઈ છે, પણ પુડુચેરીમાં આવું થઈ શક્યુ નથી. ભાજપ 14માંથી 10 સીટો ઈચ્છતી હતી, જ્યારે એઆઈએડીએમકે ઓછામાં ઓછી સાત સીટોની માગ કરી રહ્યુ છે. સોમવારે બંને પાર્ટીઓએના ઉમેદવારોએ નામાંકન ભરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ ઘટના બાદ હજૂ પણ બંને પાર્ટીઓ વચ્ચે કોઈ સમાધાન થતું દેખાતુ નથી.
આ તારીખે છે મતદાન
આપને જણાવી દઈએ કે, પુડુચેરી વિધાનસભામાં તમામ 30 સીટો માટે 6 એપ્રિલના રોજ મતદાન થવાનું છએ. નામાંકન ભરવાની અંતિમ તારીખ અહીં 19 માર્ચ છે. 20 માર્ચના રોજ નામાંકનની તપાસ કરવામાં આવશે. નામ પાછા ખેંચવાની તારીખ 22 માર્ચ છે. અહીં પરિણામની તારીખ 2 મે 2021 છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31