GSTV
Gujarat Government Advertisement

ચાણક્ય નીતિ: કોઇપણ વ્યક્તિ અને તેના સ્વભાવને પરખવા માટે કામ આવશે આ 4 યુક્તિઓ

ચાણક્ય

Last Updated on March 24, 2021 by

આચાર્ય ચાણક્ય અનુસાર, જે પ્રકારે ઘસવા, કાપવા, આગમાં તપવા, આ ચાર ઉપાયોથી સોનાની પરખ કરવામાં આવે છે, તે જ પ્રકારે 4 વાતોને ધ્યાનમાં લઇને કોઇપણ વ્યક્તિના સ્વભાવ વિશે જાણી શકાય છે.

ત્યાગની ભાવના

કોઇપણ વ્યક્તિને પરખવા માટે તેનામાં સૌથી પહેલા ત્યાગની ભાવનાને જોવી જોઇએ કારણ કે આ વ્યક્તિમાં આ ભાવ સાચો અને અન્ય લોકોનો સાથ આપનારો હોય છે. આ ભાવ ઘણાં ઓછા લોકોમાં જોવા મળે છે.

ચાણક્ય

શીલ

શીલ એટલે કે નૈતિક વ્યવહાર, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, આપણી આસપાસ અન્ય લોકો પણ રહે છે, જેની સાથે આપણો સંપર્ક હોય છે. કોઇ વ્યક્તિ અન્ય લોકો પ્રત્યે કેવો વ્યવહાર છે, તેનું આકલન કરીને તેના સ્વભાવ વિશે સરળતાથી જાણી શકાય છે.

ગુણ

ગુણ એટલે કે અંગત વિશેષતાઓ, કેટલાંક લોકોમાં જન્મજાત ગુણ અથવા અવગુણ જોવા મળે છે. એટલે કે તે જ તેમનો વાસ્તવિક સ્વભાવ હોય છે. વ્યક્તિના ગુણોના આધારે પણ તેને સારી રીતે પરખી શકાય છે.

ચાણક્ય

કર્મ

કર્મ એટલે કે દૈનિક જીવનચર્યા માટે કરવામાં આવતુ કાર્ય. કોઇ વ્યક્તિ પ્રામાણિકતાથી મહેનત કરીને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરે છે તો કોઇ અપ્રામાણિકતાથી. તેના આધારે પણ વ્યક્તિ અને તેના સ્વભાવને પરખી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો