GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ હરિદ્વારમાં યોજાનારા કુંભમેળામાં કોરોનાનો વધ્યો ખતરો, કેન્દ્રએ આપી છે આ ચેતવણી

કુંભ

Last Updated on March 22, 2021 by

હરિદ્વારમાં યોજાનારા કુંભમેળા પહેલા કેન્દ્ર સરકારે ઉત્તરાખંડ સરકારને પત્ર લખીને કોરોના સંક્રમણ વધવાની ચેતવણી આપી છે, કેન્દ્રિય સચિવ રાજેશ ભુષણે ઉત્તરાખંડનાં મુખ્ય સચિવને પત્ર લખીને જણાવ્યું છે કે હરિદ્વારમાં આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા ખુબ જ ઓછી છે, અને તેને તાત્કાલિક આઇએમઆરનાં સ્ટાન્ડર્ડ પ્રમાણે વધારવામાં આવે.

કુંભ

કુંભમેળા દરમિયાન પવિત્ર શાહી સ્નાન બાદ સ્થાનિક લોકોમાં સંક્રમણનાં કેસ વધવાની આશંકા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કુંભ મેળા દરમિયાન પવિત્ર શાહી સ્નાન બાદ સ્થાનિક લોકોમાં સંક્રમણનાં કેસ વધવાની આશંકા છે, સચિવે તે પણ કહ્યું કે કેન્દ્રીય ટીમનાં જણાવ્યા પ્રમાણે દરરોજ 10-20 શ્રધ્ધાળુંઓ અન્ય 10-20 સ્થાનિક લોકોને સંક્રમિત કરી શકે તેવી માહિતી મળી છે,જેના કારણે સંક્રમણ વધવાની ઝડપ વધી જાય છે, કેમ કે કુંભ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો આવે તેવી અપેક્ષા છે.

કુંભ

આ બાબતો પર ભાર મુકવા કહ્યું

આ પત્રમાં આરોગ્ય મંત્રાલયે જારી કરેલી એસઓપીનું પાલન કરવા, લોકોને કોરોના જેવા લક્ષણોની સ્થિતીમાં જાતે જ તેની જાણ કરવા માટે પ્રેરિત કરવા, શંકાસ્પદ લક્ષણોવાળા લોકોની પણ ઓળખ કરવા માટે તંત્ર ઉભું કરવું, શાહી સ્નાન પહેલા આગળની ફ્રન્ટ વર્કર્સની કોરોના તપાસ નક્કી કરવા પર પણ ભાર મુકવાનું કહેવામાં આવ્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો