Last Updated on March 16, 2021 by
નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે જીએસટીની આવકમાં ઘટાડા માટે રાજ્યોને 20 મી અને છેલ્લા સાપ્તાહિક હપતા હેઠળ રૂ. 4,104 કરોડ જાહેર કર્યા છે. જાહેર કરેલી રકમમાંથી રૂ. 4086.97 કરોડ રૂપિયા 23 રાજ્યોને અને 17.03 કરોડ રૂપિયા એ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવ્યા છે જે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા છે. 20મા હપતો જારી કરવાની સાથે જ નાણાંકીય વર્ષ 2020-21 માટે કુલ અનુમાનિત – અંદાજિત જીએસટી વળતરની 100 ટકા રકમ 1.10 લાખ કરોડ રૂપિયા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર કરવામાં આવી છે.
આ અંતર્ગત રાજ્યોને 1,01,329 કરોડ રૂપિયા રકમ રાજ્યો અને 8,879 કરોડ રૂપિયાની રકમ વિધાનસભાવાળા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો માટે જાહેર કરવામાં આવી છે.
જીએસટી આવકમાં આવેલા ઘટાડાને ભરપાઈ કરવા માટેનું કર્યું હતું પ્લાનિંગ
ભારત સરકારે ઓક્ટોબર 2020માં જીએસટી આવકમાં આવેલા ઘટાડાને ભરપાઈ કરવા માટ એક ખાસ પ્લાનિંગ કર્યું હતું. જે અંતર્ગત 1.0 લાખ કરોડ રૂપિયા જીએસટી વળતરનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આ માટે, 23 મી ઓક્ટોબર 2020 થી શરૂ કરાયેલ ધિરાણની પ્રક્રિયા હવે 20મો હપ્તા આપ્યા બાદ પૂર્ણ થયો છે. આ હેઠળ 3 વર્ષ અને 5 વર્ષની અવધિવાળા સરકારી સ્ટોકમાં પણ ભારત સરકાર ઉધાર લેતી દેતી રહી છે. ઉધાર હેઠળ લોનનો સમયગાળો રાજ્યો માટે સમાનરૂપે નક્કી કરવામાં આવ્યો હતો, જે રાજ્યોની જીએસટીની આવકમાં થયેલા ઘટાડાની ભરપાઈના આધારે નક્કી કરવામાં આવ્યો હતો.
5 રાજ્યોની જીએસટીની આવકમાં ઘટાડો થયો નથી
હાલનો હપ્તો બહાર પાડ્યા બાદ 5 વર્ષ અને 3 વર્ષ હેઠળ રકમ આપવાનું કામ 23 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાઓ સાથેનું પૂર્ણ થયું છે, જ્યારે બાકીના 5 રાજ્યોની જીએસટીની આવકમાં ઘટાડો થયો નથી. આ અઠવાડિયે રાજ્યોને આપવામાં આવેલી રકમ 20 મો હપતો છે. કેન્દ્ર સરકારે આ રકમ આ અઠવાડિયે 4.9288 ટકાના વ્યાજે લોન તરીકે લીધી છે. કેન્દ્ર સરકારે કુલ 1,10,208 કરોડ રૂપિયાની લોન લીધી છે, જેના આધારે તેને સરેરાશ 4.8473 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
બધા રાજ્યોએ વિકલ્પ -1ની પસંદગી કરી હતી
મૂડીની ચુકવણી કરવાની સાથે, ભારત સરકારે રાજ્યોને જીએસટી લાગુ કરવામાં આવતાં આવકના ઘટાડાને પહોંચી વળવા તેના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) ના 0.50 ટકા વધારાની રકમ ઉધાર લેવાનો વિકલ્પ પણ આપ્યો હતો. આ માટે, બધા રાજ્યોએ વિકલ્પ -1ની પસંદગી કરી હતી. આ અંતર્ગત, 28 રાજ્યોને 1,06,830 કરોડ (રાજ્યોના કુલ સ્થાનિક ઉત્પાદના 0.50 ટકા) ના વધારાની ઉધારી માટેની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાંથી રાજ્યોને મૂડી એકત્ર કરવા માટે વધારાના સંસાધનો પણ પૂરા પાડવામાં આવ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31