Last Updated on March 5, 2021 by
50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાથી મોંઘવારી ભથ્થામાં (ડીએ) વધારો થવાની રાહ જોઈ રહ્યા છે, એવી અપેક્ષા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હોળી પહેલા આ સારા સમાચાર આપી શકે. દરમિયાન, કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને વધુ એક મોટી રાહત આપી છે. કર્મચારીઓ હવે એલટીસી યોજના હેઠળ તેમની નવી વીમા પોલિસીના પ્રીમિયમનો દાવો કરી શકે છે.
મોંઘવારી ભથ્થુ વધારવાની રાહ જોવાઈ રહી છે
મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના રિટાયર્ડ પેંશનર્સના Dearness Relief (DR)થી જોડાયેલુ હોય છે. જેથી કેન્દ્રીય કર્મચારીઓ સાથે સાથે પેંશનર્સને પણ જાન્યુઆરીથી જૂન 2021ના DAમાં વધારાની રાહ જોઈ રહ્યા છે.
LTC નિયમોમાં છૂટ
કોવિડ-19 મહામારી ને જોતા કેન્દ્ર સરકારે ગત વર્ષે Leave Travel concession (LTC)સ્કીમના નિયમોમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી. જેમાં યાત્રાની જગ્યાએ કેન્દ્રીય કર્મચારીઓ 12 ઓકટોબર 2020થી 31 માર્ચ 2021 સુધી આવી વસ્તુઓની ખરીદી પર ઈન્કમ ટેક્સ છૂટનો ક્લેમ કરી શકે છે. જે 12 ટકા GSTઅથવા તેનાથી વધારાનો હોય.
LTC સ્કીમમાં લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી
સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત આપતા LTC સ્કીમમાં લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીને સામેલ કરી છે.
DAમાં વધારો
કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, કેન્દ્ર સરકાર મોંધવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે.
25 ટકા થઈ જશે મોંધવારી ભથ્થુ
કેન્દ્ર સરકાર જયારે જાન્યુઆરી 2021 માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરશે ત્યારે મોંઘવારી ભથ્થાની પુન:સ્થાપના પણ કરશે. કેન્દ્ર સરકાર જો આવુ કરે છે તો હાલના 17 ટકા મોંઘવારી ભથ્થુ સીધુ વધાને 25 ટકા પર ચાલ્યુ જશે.
સેલેરીમાં વધારો
મોંઘવારી ભથ્થાની પુન:સ્થાપના બાદ કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં પણ વધારો કરાશે. કારણ કે, તેનું હાલનું મોંધવારી ભથ્થુ 8 ટકા વધી જશે. એ આધાર પર યાત્રા ભથ્થામાં પણ વધારો થશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31