Last Updated on April 12, 2021 by
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે. જલ્દી જ તમામ કર્મચારીઓના ડીએ (Dearness Allowance)માં વધારો થઇ શકે છે. સરકારના આ નિર્ણયનો ફાયદો કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનર્સને મળશે. ઑલ ઇન્ડિયા કંઝ્યુમર પ્રાઇસ ઇંડેક્સ ડેટા રિલિઝ મુજબ, જાન્યુઆરીથી લઇને જૂન 2021 વચ્ચે ઓછામાં ઓછા ડીએમાં 4 ટકાનો વધારો કરી શકાય છે.
એક રિપોર્ટ અનુસાર, ડીએ આપવામાં આવ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 17 ટકા વધીને 28 ટકા થઇ શકે છે. તેમાં જાન્યુઆરીથી જૂન 2020 સુધી ડીએમાં 3 ટકા વધારો, જુલાઇથી ડિસેમ્બર 2020 સુધી 4 ટકા વધારો અને જાન્યુઆરીથી જૂન 2021 સુધી 4 ટકા વધારો સામેલ છે.
રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારીઓને મળશે ફાયદો
જણાવી દઇએ કે કોરોના વાયરસ મહામારીના પગલે સરકારે ડીએ પર રોક લગાવી દીધી હતી. ડીએ વધવાથી તે જ ગુણોત્તરમાં ડીઆરમાં પણ વધારો થશે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારે રિટાયર્ડ કર્મચારીઓને ડીએ આપી દીધો છે.
સેલરીમાં થશે વધારો
7મા પગારપંચ અંતર્ગત સરકાર ડીએમાં વધારો કરવાથી કર્મચારીઓના વેતનમાં ખાસ્સો વધારો થશે. વર્તમાન સમયની વાત કરીએ તો આ સમયે ડીએ બેસિક સેલરીના 17 ટકા છે. જ્યારે તેમાં વધારો 17થી 28 ટકા (17+3+4+4) થશે તો સેલરીમાં ઘણો વધારો થશે. ડીએ મંજૂર થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું પ્રોવિડેંટ ફંડ પણ વધશે. ધ્યાન આપવાની વાત એ છે કે કેન્દ્રીય કર્મચારીઓના પીએફ યોગદાનની ગણતરી બેસિક સેલરી પ્લસ ડીએના ફોર્મ્યુલાથી થાય છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31