Last Updated on April 1, 2021 by
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે એપ્રિલ મહિનાથી શરૂ થનારા એકેડમિક ઈયર 2021-22 માટે સિલેબસ જાહેર કરી દીધો છે. સીબીએસઈએ આ સિલેબસ 9, 10, 11 અને 12માં ધોરણ માટે જાહેર કર્યો છે. આવા વિદ્યાર્થીઓ જે સીબીએસઈ બોર્ડની 9, 10, 11 અને 12માં પ્રવેશ માટે છે. તે સ્ટૂડેંટ્સ સીબીએસઈની ઓફિશિયલી વેબસાઈટ cbseacademic.nic.in પર લોગ ઈન કરી પોતાનો સિલેબસ ચેક કરી શકે છે.
સિલેબસમાં નથી કરવામાં આવ્યો કોઈ કાપ
સીબીએસઈએ નવા એકેડમિક ઈયર 2021-22નો જે સિલેબસ જાહેર કર્યો છે, તેમાં કોઈ પણ પ્રકારનો કાપ મુકવામાં આવ્યો નથી. તેને અર્થ એ થાય છે કે, કોવિડ મહામારીને જોતા સીબીએસઈ ગત એકેડમિક ઈયર 2020-21માં જે કાપ મુક્યો હતો, તે નવા એકેડમિક ઈયરમાં લાગૂ કરવામાં આવશે નહીં. એટલા માટે ધોરણ 9,10,11 અને 12 બોર્ડના એકેડમિક વર્ષ 2021-22માં નવો સિલેબસ જાહેર કર્યો છે.
વિદ્યાર્થીઓએ બરાબર રીતે આ સિલેબસ વાંચી તૈયારી કરવી
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સિલેબસ મુજબ વિદ્યાર્થીઓને હવે નવા એકેડમિક ઈયરમાં કરવામાં આવેલા આકલન અને પરીક્ષા માટે સમગ્ર સિલેબસ વાંચવો પડશે. એટલા માટે ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓને એ જાણવુ જોઈએ કે, નવા સિલેબસને સારી રીતે વાંચી અને સમજી લે. તે મુજબ આ નવા એકેડમિક ઈયરના સિલેબસને ધ્યાને રાખીને અભ્યાસ કરે. સાથે જ આપેલા દિશા-નિર્દેશો પણ જાણે.
સીબીએસઈ સ્કૂલોને એનસીઈઆરટી નિયમો લાગૂ કરવાનું કહેવાયું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ શાળાઓને ધોરણ 9, 10 માટે કંપીટેંસી બેસ્ડ ક્વેશ્ન લાગૂ કરવા માટે એનસીઈઆરટીના નિયમો લાગૂ કરવાનું કહેવાયુ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31