Last Updated on March 18, 2021 by
ડેયરી મિલ્ક ચોકલેટ તો તમે ખાધી જ હશે, સીબીઆઈએ આ ચોકલેટ બનાવતી કંપની કૈડબરી વિરુદ્ધ 240 કરોડના ફ્રોડનો મામલો નોંધ્યો છે. કૈડબરી ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડ 2010થી સમગ્રપણે અમેરિકી સ્નૈક્સ કંપની મોન્ડલીઝની છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર કૈડબરીએ ભ્રષ્ટાચાર કર્યો છે. કંપનીએ ક્ષેત્ર આધારિત મળતા ટેક્સ છૂટના નિયમોનો ખોટી રીતે ઉપયોગ કરીને ટેક્સમાં ચોરી કરી છે.
સીબીઆઈએ અલગ અલગ ઠેકાણા પર દરોડા પાડ્યા
સીબીઆઈએ સોલન, બદ્દી, પિંજોર અને મુંબઈના દશ ઠેકાણા પર દરોડા પાડી આ કાર્યવાહીને પાર પાડી છે. કંપનીએ સેન્ટ્રલ એક્સાઈઝના અધિકારીઓની સાથે મળીને સરકારને ટેક્સના ભાગરૂપને 241 કરોડનો ચૂનો લગાવ્યો છે. અનિયમિતતાનો આ મામલો 2009-2011ની વચ્ચેનો હોવાનું કહેવાય છે. શરૂઆતી તપાસ બાદ સીબીઆઈએ ફરિયાદ નોંધી લીધી છે. પોતાની ફરિયાદમાં સીબીઆઈએ કેટલાય પ્રકારના ગંભીર ગુના કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
12 લોકોની કરી ધરપકડ
આ મામલે સીબીઆઈએ 12 લોકોની ધરપકડ પણ કરી લીધી છે. તેમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના બે અધિકારી પણ શામેલ છે. આ ઉપરાંત કૈડબરી ઈંડિયાના વાઈસ પ્રેસિડેંટ વિક્રમ અરોડ અને ડાયરેક્ટર રાજેશ ગર્ગ અને Jailboy Phillips ની પણ ધરપકડ થઈ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31