Last Updated on March 4, 2021 by
કોરોના વાયરસને લઇ વિદેશમાં ફસાયેલા નોન રેજિડેન્ટ ઇન્ડિયન(NRI)ને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે(CBDT)એ ડબલ ટેક્સેશનથી રાહત આપવાની વાત કહી છે. સીબીડીટી તરફથી બુધવારે રાત્રે જારી સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલુ કાનૂન અને ટેક્સ સંબંધીઓન કારણે 2020-21માં NRIની આવક પર ડબલ ટેક્સેશનની સંભાવના નથી. જો કે તે છતાં એવા લોકો પાસે જાણકારી મેળવવામાં આવશે. CBDTએ એ લોકોને મોકો આપ્યો છે જે નાણાકીય વર્ષ 2020માં ભારત આવ્યા હતા અને કોરોનાના કારણે લોકડાઉનના કારણે પરત ન જઈ શક્યા. CBDTએ તેમણે પોતાની સ્થિતિને માર્ચના અંત સુધીમાં સપષ્ટ કરવા કહ્યું છે.
CBDT તરફથી કહેવામાં આવ્યું છે કે ડબલ ટેક્સેશનની સંભવિત સ્થિતિઓને સમજ્યા પછી બોર્ડ આ વાતની તપાસ કરશે કે શું સાચે આ મામલે છૂટ આપવાની આવશ્યકતા છે કે નથી. જો આવશ્યકતા છે તો એના પર વિચાર કરવામાં આવશે.
શું છે ડબલ ટેક્સેશનનો મામલો
જો કોઈ વ્યક્તિ બીજા દેશમાં કમાણી કરે છે તો એના પર પોતાના દેશ અને પરદેસ બંનનેમાં ટેક્સ આપવાનો હોય છે. એનાથી બચવા માટે ઇન્ડિયાએ ઘણા દેશો સાથે ટેક્સેશન એવોડેન્સ એગ્રીમેન્ટ (DTAA) કર્યું છે. આ એગ્રીમનેટ હિસાબે વિદેશમાં થયેલ ઇનકમ પર કોઈ એક દેશમાં જ ટેક્સ લાગશે. આ બેનિફિટને ક્લેમ કરવા માટે ઇંડીવિઝયુઅલ અને TDS કાપવા માટે જવબદાર એન્ટિટી પાસે નક્કી ફૉર્મટમાં સેલ્ફ ડીક્લેરેશન આપવું પડે છે.
NRI પર કેવી રીતે લાગે છે ટેક્સ
વર્તમાન નિયમ મુજબ કોઈ NRI ભારતમાં 182 દિવસથી વધુ રહે છે તો પોતાની ગ્લોબલ ઇનકમ પર ભારતમાં ટેક્સ ભરવાનો રહશે. ફાઇનાન્સ બિલ 2020માં NRI પર ટેક્સને લઇ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે 182 દિવસની અનિવાર્યતાને ઘટાડી 120 દિવસ કરી દેવામાં આવી છે. બજેટ 2020ની ઘોષણા મુજબ, નાણાકિંય વર્ષ 2020-21માં જો કોઈ NRI 120 દિવસથી વધુ રહે છે અને એની કમાણી(Indian Income) 156 લાખથી વધુ હોય છે તો 120 દિવસ રહેવા પર એનું સ્ટેટ્સ ઇન્ડિયન રેસીડેંટ થઇ જશે અને એની પાસે ટેક્સ વસૂલી થશે.
શું છે પરેશાની
25 માર્ચ 2020એ જયારે લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે સરકારે NRIને રાહત આપી હતી. નાણાકીય વર્ષ 2019-20 માટે NRI સ્ટેટસની કાઉન્ટિંગ માટે 22-31 માર્ચના સમયગાળાને ધ્યાનમાં ન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નોન રેસિડેન્ટ ઇન્ડિયનને ઉમ્મીદ છે કે સરકાર નાણાકીય વર્ષ 2020-21માં એવી રાહતનો નિર્ણય કરશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31