Last Updated on February 27, 2021 by
Skoda Auto પોતાની Kushaqને આગામી મહિને માર્કેટમાં 18 માર્ચે ઉતારી શકે છે. કંપનીએ તેનું નામ સંસ્કૃતના ‘કુશક’ શબ્દ પરથી લીધું છે. જેનો અર્થ રાજા થાય છે. આ સ્કોડાની પહેલી એવી કાર છે જેનું નામ ભારતીય શબ્દ પરથી રાખવામાં આવ્યું છે. જો કે અંગ્રેજીમાં તેનો સ્પેલિંગ KUSHAQ છે, કંપનીની Kamiq,Kodiaq, Karaqને અનુરૂપ છે.
Wrangler

એસયુવી બનાવતી કંપની Jeepએ પોતાની Wranglerને 2019માં લૉન્ચ કરી હતી. પરંતુ સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’થી પ્રભાવિત કંપની તેના દેશમાં જ એસેંબલ વર્ઝનને આગામી મહિનાના મધ્ય સુધીમાં માર્કેટમાં ઉતારી શકે છે.
JLR I-Pace 9

Tata Motorsની લગ્ઝકી કાર બનાવતા એકમ JLR પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર I-Pace 9 માર્ચે બજારમાં ઉતારી શકે છે. તેનું બુકિંગ ગત વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે એકવાર ચાર્જ કર્યા બાદ તે 470 કિલોમીટર સુધી જઇ શકે છે.
BMW M340i

લગ્ઝરી કાર કંપની BMW પોતાની સીરીઝનું એક નવુ વેરિએન્ટ આગામી મહિને માર્ચમાં રજૂ કરી શકે છે. આ મોડેલનું નામ M340i છે જેમાં કંપનીએ 3 લીટરનુ છ સિલિન્ડર વાળુ પેટ્રોલ એન્જિન આપ્યુ છે. તે 4.4 સેકેન્ડમાં 100 કિલોમીટર સુધીની સ્પીડ પકડી શકે છે.
A-Class Limousine

Mercedes- Benz પોતાની A-Class Limousineની ઑફિશિયલ લૉન્ચિંગ 25 માર્ચે કરવા જઇ રહી છે. કંપનીનો દાવો છે કે તેની લિમોઝિનનું પેટ્રોલ મોડેલ એક લીટરમાં 17.5 કિલોમીટર અને ડીઝલ મોડલ એક લીટર ડીઝલમાં 21.35 કિલોમીટર સુધી જશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
