Last Updated on March 12, 2021 by
પરાઠા, પૂરી અને મઠરીનો સ્વાદ વધારતો અજમો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. જો તમને વારંવાર શરદી થતી હોય, પેટમાં સમસ્યા રહેતી હોય કે પછી ઘણા ઉપાયો કર્યા બાદ પણ તમારા શરીરમાં ચરબીના થર એમના એમ જ હોય તો દરરોજ ખાલી પેટે અજમાનું પાણી પીવુ જોઇએ. થોડા જ દિવસોમાં આ પાણી તમારા શરીરની ચરબીને ઓગાળી દેશે. જાણો આ ખાસ પાણીના અન્ય ફાયદા વિશે….
જાણી લો અજમાના પાણીના ફાયદા
છાતીમાં કફ ભરાઇ જાય, શરદી, ખાંસી અને સાઇનસમાં અજમાનું પાણી અચૂક દવા તરીકે કામ કરે છે. તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને શરીરને અનેક સમસ્યાઓથી બચાવે છે. અજમાના પાણીમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સીડેંટ અને બળતરા વિરોધી તત્વો રહેલા છે.
અપચા, એસિડિટી, પેટમાં દુખાવો થવા પર અજમાનું હુંફાળુ પાણી પીવાથી ઘણો આરામ મળે છે. તમે ઇચ્છો તો અજમો, સંચળ અને ચપટી હિંગને હુંફાળા પાણી સાથે લઇ શકો છો.
ખાંસીની સમસ્યામાં અજમાનાં પાણીમાં સંચળ મિક્સ કરીને સેવન કરવાથી રાહત મળે છે.
જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો અજમાના પાણીમાં મધ મિક્સ કરીને સવારે ખાલી પેટે સેવન કરો. દરરોજ આમ કરવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે અને ચરબી ગણતરીના દિવસોમાં ઓગળવાની શરૂ થઇ જાય છે.
પીરિયડ્સ દરમિયાન જો એબડોમિન અને કમરમાં દુખાવો થતો હોય તો અજમાનું પાણી પીવાથી ઘણો આરામ મળે છે. પરંતુ બ્લીડીંગ જો વધુ થતું હોય તો તેનું સેવન ન કરો. કારણ કે અજમાની તાસીર ગરમ હોય છે, તેવામાં બ્લીડીંગ વધી જશે.
આ રીતે બનાવો અજમાનું પાણી
એક ચમની અજમાને દોઢ ગ્લાસ પીવાના પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ધીમી આંચ પર ઉકાળો. અડધુ ન થાય ત્યાં સુધી પાણીને ઉકાળો. તે બાદ પાણીને ગાળીને ચાની જેમ ચુસકી લઇને પીવો. જો તમે વજન ઘટાડવા માટે આ પાણીનું સેવન કરી રહ્યાં છો તો સવારે ખાલી પેટે આ પાણી પીવા ઉપરાંત રાતે ભોજન બાદ પણ પીવો. તેનાથી જલ્દી પરિણામ મળશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31