Last Updated on March 26, 2021 by
ઇઝરાયલ અને ઇરાનના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે એક ઇઝરાયલી સિક્યોરિટી અધિકારીએ જણાવ્યું છે કે અરબ સાગરમાં ઇઝરાયલના એક કાર્ગો શિપ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યું છે. અધિકારીનું કહેવું છે કે આ જહાજ ઇઝરાયલનું હતું અને ઈરાને તેના પર હુમલો કર્યો હતો.
રોયટર્સના અહેવાલ મુજબ આ તાન્ઝાનિયાથી ભારત આવી રહ્યું હતું.જો કે આ હુમલામાં શિપને ખાસ નુકશાન નથી થયું અને આ શિપ પોતાની યાત્રા નિયત માર્ગે ચાલતું રહ્યું. એક રિપોર્ટ મુજબ આ શિપ પોર્ટ સીટી હાઈફામાં હાજર એકસ્ટી મેનેજમેન્ટની માલિકીનું હતું. આ હુમલાને લઈને અત્યારસુધી ઇઝરાયલ સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન જાહેર નથી કર્યું.
રિપોર્ટ્સ મુજબ, આ હુમલા બાદ શિપ ધીમી ગતિએ ચાલી રહયું હતું. પરંતુ ત્રણ કલાક બાદ શિપએ પોતાની સામાન્ય ગતિ પકડી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ગત મહિને ગલ્ફ ઓફ ઓમાનમાં આવા જ એક ઇઝરાયલી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. 25 ફેબ્રુઆરીની રાત્રે એમવી હેલિયાસ રે નામના જહાજ પર હુમલો થયો હતો. હુમલાને લઈને ઇઝરાયલના પીએમે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું. જોકે, ઈરાને પોતાની ઉપર લાગેલા આરોપોથી ઇન્કાર કર્યો હતો.
જણાવી દઈએ કે ઈરાન અને ઇઝરાયલના સંબંધોમાં છેલ્લા કેટલાંક સમયમાં ઘણો તણાવ ઉભો થયો છે. થોડા સમય પહેલા ઇઝરાયલના રક્ષા મંત્રી બેની ગેટ્સએ કહ્યું હતું કે જો ઈરાનએ પરમાણુ હથિયાર બનાવવાની યોજના પર કામ કરવાનું ચાલુ રાખ્યું તો ઇઝરાયલ તેના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરી દેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમનો દેશ કોઈ સહયોગી દેશ વગર પણ ઈરાન પર હુમલો કરી શકવાની તાકાત ધરાવે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31