GSTV
Gujarat Government Advertisement

આરોગ્ય/ દર્દીઓના શરીરને આ રોગનું ઘર બનાવવાની ક્ષમતા ધરાવે છે કોરોના વાયરસ, આટલા અંગો પર કરે છે એટેક

કોરોના

Last Updated on March 31, 2021 by

નવા કોરોના વાયરસથી થતી બીમારી કોવિડ -19 વિશે દરરોજ નવી વાતો બહાર આવી રહી છે. આ જ ક્રમમાં હવે તે પણ જોવા મળી રહ્યું છે જેમને પ્રથમ ડાયાબિટીઝનો રોગ પહેલાથી નથી તે લોકોમાં કોરોના વાયરસ સુગરના રોગને સક્રિય કરી રહ્યો છે. જો કે આ પાછળનું કારણ શું છે, તે અંગે  હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. 

કોરોના

કોવિડ -19 ડાયાબિટીસનું કારણ બની શકે છે

વિશ્વભરના વૈજ્ઞાનિકોએ ગયા વર્ષે અચાનક ડાયાબિટીઝના નવા કેસોમાં મોટો વધારો નોંધ્યો હતો. સાયન્ટિફિક અમેરિકનના અહેવાલ મુજબ કોવિડ -19 ના ઘણા દર્દીઓ, જેમનામાં ડાયાબિટીઝની કોઈ હિસ્ટ્રી નથી, તેમનામાં પણ અચાનક ડાયાબિટીઝની સમસ્યા વિકસિત થવા લાગી. આ વલણને જોતાં, ઇંગ્લેન્ડની કિંગ્સ કૉલેજ અને ઑસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીએ CoviDiab રજિસ્ટ્રીની રચના કરી જેમાં ડોકટરોએ એવા દર્દીઓ વિશે માહિતી આપવાની હતી કે જેમાં કોવિડ -19 પછી ડાયાબિટીઝની સમસ્યાનો વિકાસ થયો હતો.

કોરોના

ટાઇપ 1 અને 2 બંને પ્રકારના ડાયાબિટીઝનું જોખમ

આ સમયગાળા દરમિયાન, ડોકટરોએ શોધી કાઢ્યું કે દર્દીઓમાં ટાઇપ 1 અને ટાઇપ 2 બંને પ્રકારના ડાયાબિટીઝની સમસ્યા હોવાનું જણાયું છે. 3700 કોવિડ -19 દર્દીઓને એક સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવ્યાં હતાં, જેમાં એવું બહાર આવ્યું છે કે લગભગ 14 ટકા દર્દીઓ એવા છે જેમને પહેલાથી જ સુગર રોગ નથી પણ પાછળથી ડાયાબિટીઝ વિકસિત થયો હતો. યુકેમાં 47 હજાર દર્દીઓ પર કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે લગભગ 5 ટકા દર્દીઓમાં ડાયાબિટીઝની સમસ્યા થઇ ગઇ છે.

કોરોના

સુગર મેટાબોલિઝમમાં ખામીનું કારણ બને છે કોરોના વાયરસ

કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ડો. ફ્રાન્સેસ્કો રુબીનો કહે છે, “છેલ્લા કેટલાક મહિનામાં અમે ઘણા એવા કિસ્સા જોયા છે જેમાં કોઈ દર્દીને કોરોના વાયરસના ચેપ દરમિયાન અથવા ચેપમાંથી સાજા થતાં જ ડાયાબિટીઝ થયો હતો. અમને લાગે છે કે આ વાયરસ શુગર મેટાબોલિઝમમાં ખામી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે.

કોરોના

વાયરસ પેન્ક્રિયાઝ પર હુમલો કરે છે

સાયન્ટિફિક અમેરિકનના એક અહેવાલ મુજબ, નવો કોરોના વાયરસ પેન્ક્રિયાઝ પર સીધો હુમલો કરે છે જ્યાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરનારા કોષો ઉત્પન્ન થાય છે. ઉપરાંત, પેન્ક્રિયાઝના અન્ય ભાગોમાં અથવા રક્ત વાહિનીઓને ચેપ લગાવીને વાયરસ આ કોષોને પરોક્ષ રીતે નુકસાન પહોંચાડે છે. આને કારણે, ડાયાબિટીઝ પણ થઈ શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો