GSTV
Gujarat Government Advertisement

કેબિનેટનો મોટો નિર્ણય: ફૂડ પ્રોસેસિંગમાં PLI સ્કીમને આપી મંજૂરી, અઢી લાખ લોકોને થવાનો છે ફાયદો

Last Updated on March 31, 2021 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ફૂડ પ્રોસેસિંગમાં પીએલઆઇ સ્કીમ (PLI Scheme)ને મંજૂરી આપી છે. સરકાર આ પીએલઆઇ સ્કીમ આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખશે. પીએલઆઇ સ્કીમ અંતર્ગત 10,900 કરોડ રૂપિયાની સબસિડી આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ સ્કીમ હેઠળ સરકાર 2થી 5 ટકા સુધી ઇન્સેન્ટિવ પણ આપશે.

અઢી લાખ લોકોને થશે સીધો ફાયદો

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રેડી ટુ ઈટ ઇન્ટેન્ટ ફૂડને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક સ્તરે ભારતીય કંપનીઓને બ્રાન્ડ બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી અઢી લાખ લોકોને સીધો ફાયદો થશે. આ ઇન્સેન્ટિવ ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ જેટલુ ઉત્પાદન કર્યું છે. તેનાથી ઉપર જેટલું ઉત્પાદન થશે, તેના પર ઇન્સેન્ટિવ આપવામાં આવશે. કેબિનેટ દ્વારા આની મંજૂરી મળી ચૂકી છે અને ટૂંક સમયમાં તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.

ખેડૂતોની આવક વધારવાના પણ થઈ રહ્યા છે પ્રયાસો

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, કોરોના વાયરસ હોવા છતાં દેશના અન્નદાતાઓએ દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં જે યોગદાન આપ્યું છે. તેને વધુ શક્તિ આપવા આ નિર્ણય ખૂબ મહત્વનો છે. કૃષિના નવા કાયદામાં જે રીતે અમે માલ વેચવાના વિકલ્પો આપ્યા છે. તે જ રીતે અમે અહીં એક વિકલ્પ પણ આપ્યો છે કે કેવી રીતે ખેડૂતોની આવક વધે. કેવી રીતે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે પ્રગતિ કરે. આપણું ઓર્ગેનિક ફૂડ કેવી રીતે બહાર જાય અને ખેડૂતોને વધુ સારા લાભો થાય.

ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે અરજી કરવાની આજે છેલ્લી તક

બીજા રાઉન્ડના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે.
બીજા તબક્કાની પીએલઆઈ યોજના ચાર વર્ષની હશે. આ અંતર્ગત પ્રોત્સાહન 1 એપ્રિલ, 2021થી આપવામાં આવશે.

સરકારના લોકલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોનો સૌથી વધુ લાભ ઈલેક્ટ્રિક કાર, બેટરીઓ, ફૂડ પ્રોસેસિંગ અને કપડા બનાવતી કંપનીને થશે.

શું છે PLI સ્કીમ ?

વિદેશી કંપનીઓને ભારતમાં સામાન બનાવવા માટે આકર્ષિત કરવા માટે સરકારે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (પી.એલ.આઇ. સ્કીમ) શરૂ કરી છે. પીએલઆઇ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષ દરમિયાન ભારતમાં માલ બનાવતી કંપનીઓને રૂ.1.46 લાખ કરોડનું પ્રોત્સાહન આપશે.

ઓટોમોબાઈલ્સ, નેટવર્કિંગ પ્રોડક્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ, એડવાન્સ્ડ કેમિસ્ટ્રી, ટેલિકોમ, ફાર્મા અને સોલર પીવી મેન્યુફેક્ચરિંગ જેવા બધા ઉભરતા ક્ષેત્રો આ સ્કીમનો લાભ લઈ શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો