GSTV
Gujarat Government Advertisement

આ કંપની આપી રહી છે બિઝનેસ કરવાનો શાનદાર મોકો,વગર ટેન્શને થશે લાખોમાં કમાણી

બિઝનેસ

Last Updated on March 10, 2021 by

જો તમે નવી નોકરીની તપાસમાં છો તો અમે તમને એક એવા બિઝનેસ અંગે જાણવા જઈ રહ્યાં છે જેને શરુ કરી તમે પહેલા દિવસે મોટી કામની કરી શકો છો. ડેરી પ્રોડકટ બનાવવા વાળી કંપની અમુલ સાથે બિઝનેસ કરવાનો આ મોટો મોકો છે. અમુલ નવા વર્ષમાં પણ ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. નાના રોકાણમાં દર મહિને નિયમિત કમાણી કરી શકાય છે. અમુલની ફ્રેન્ચાઇઝી લેવી ફાયદાનો સોદો છે. આમાં નુકશાન ના બરાબર હોય છે.

2 લાખ શરુ કરી શકો છો બિઝનેસ

અમુલ વગર કોઈ રોયલ્ટી અથવા પ્રોફિટ શેરિંગની ફ્રેંચાઈઝી ઓફર કરી રહી છે. એટલું જ નહિ ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ વધારે નથી. તમે બે લાખથી લઇ 6 લાખ રૂપિયા ખર્ચી પોતાનો કારોબાર શરુ કરી શકો છો. કારોબારની શરૂઆતમાં જ સારું પ્રૉફિક કમાઈ શકો છો. ફ્રેન્ચાઇઝી દ્વારા દર મહિને લગભગ 5થી 10 લાખ રૂપિયાનું વેચાણ થઇ શકે છે. જો કે, આ જગ્યા પર નિર્ભર કરે છે.

કેવી રીતે લેવાની હશે ફ્રેન્ચાઇઝી

અમુલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઓફર કરી રહ્યું છે. પહેલા અમુલ આઉટલેટ, અમુલ રેલવે પાર્લર અથવા કિયોસ્કની ફ્રેન્ચાઇઝી અને બીજી અમુલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી. જો તમે પહેલા પહેલા વાળીમાં રોકાણ કરો છો તો 2 લાખ રૂપિયા રોકાણ કરવું પડશે. ત્યાં જો બીજી ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવા માંગો છો તો 5 લાખનું રોકાણ કરવું પડશે. એમાં નોન રિફંડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે 25થી 50 હજાર રૂપિયા આપવા પડશે.

આટલું મળશે કમિશન

અમુલ આઉટલેટ લેવા વાળી કંપની અમુલ પ્રોડક્ટ્સના મિનિમમ સેલિંગ પ્રાઈઝ એટલે એમઆરપી પર કમિશન આપે છે. એમાં એક મિલ્ક પાઉડર પર 2.5%, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10% અને આઈસ્ક્રીમ પર 20% કમિશન મળે છે. અમુલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા પર રેસિપી બેસ્ડ આઈસ્ક્રીમ, શેક, પિઝા, સેન્ડવીચ, હોટ ચોકલેટ ડ્રિન્ક પર 50% કમિશન મળે છે. ત્યાં, પ્રી-પેક્ડ આઈસ્ક્રીમ પર 20% અને અમુલ પ્રોડક્ટ્સ પર કંપની 10% કમિશન આપે છે.

આટલી જગ્યાની પડશે જરૂરત

જો તમે અમુલ આઉટલેટ લો છો તો તમારી પાસે 150 વર્ગ ફૂટ જગ્યા હોવી જોઈએ. ત્યાં જ અમુલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઇઝીમાં ઓછામાં ઓછા 300 વર્ગ ફૂટની જગ્યાની જરૂરત પડશે.

કેવી રીતે કરો એપ્લાય

જો તમે ફ્રેન્ચાઇઝી માટે એપ્લાય કરવા ઈચ્છો છો તો તમને retail@amul.coop પર મેલ કરવું પડશે. એ ઉપરાંત આ લિંક http://amul.com/m/amul-scooping-parlours પર જઈ જાણકારી લઇ શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો