GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ નોકરી ગુમાવવાની ચિંતા હોય, તો ઓછી મૂડીએ ઘરે બેઠા આ બિઝનેસથી કરો લાખોમાં કમાણી

કમાણી

Last Updated on March 5, 2021 by

દેશની માટી સાથે સંકળાયેલા એવા ઘણા શિક્ષિત યુવાનો છે, જેઓ કમાણી માટે ખેતી તરફ વળ્યા છે. જો તમને પણ ખેતી કરવામાં રસ છે, તો એવું ઉત્પાદન લો કે જે આવકની ગેરેન્ટી આપી શકે. જેમ કે એગ્ઝોટિક વેજિટેબલ બટન મશરૂમ. મશરૂમની માંગ રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં તો હોય જ છે, તેવામાં આજકાલ યુ ટ્યુબથી રેસિપી શીખનારાઓની સંખ્યા પણ વધી છે, જેના કારણે બટન મશરૂમની માંગ વધી રહી છે.

કમાણી

બટન મશરૂમ એ એક પ્રજાતિ છે જે મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર છે. આ ફાયદાઓને કારણે, મશરૂમ્સ લોકપ્રિય થઈ રહ્યા છે. બજારમાં તેનો રિટેલ ભાવ પ્રતિ કિલો 300 થી 350 રૂપિયા છે અને જથ્થાબંધ ભાવ આના કરતા 40 ટકા ઓછો છે. તેની ભારે માંગને કારણે ઘણા ખેડુતોએ પરંપરાગત ખેતી છોડી મશરૂમ્સ ઉગાડવાનું શરૂ કર્યું છે.

કમાણી

50 હજાર રૂપિયામાં શરૂ થશે મશરૂમની ખેતી

કંપોસ્ટ બનાવીને તેના પર બટન મશરૂમની ખેતી કરી શકાય છે. એક ક્વિન્ટલ કંપોસ્ટમાં 1.5 કિલો બીજ લાગે છે. આશરે 2000 કિલો મશરૂમ્સ 4 થી 5 ક્વિન્ટલ કંપોસ્ટ બનાવીને ઉગાડી શકાય છે. હવે જો 2000 કિલો મશરૂમ 150 રૂપિયા પ્રતિ કિલોમાં વેચી શકાય છે, તો લગભગ 3 લાખ રૂપિયા મળે છે.

આમાંથી જો તમે ખર્ચ તરીકે 50 હજાર રૂપિયા કાઢી નાખો, તો પણ અઢી લાખ રૂપિયાની બચત થાય છે, જો કે તેનો ખર્ચ 50 હજાર રૂપિયાથી ઓછો જ થાય છે. ચોરસ મીટર દીઠ 10 કિલોગ્રામ મશરૂમ આરામથી ઉત્પન્ન થાય છે.

કમાણી

ખેતી કરવાની આ રીત છે

  • ઓછામાં ઓછા 40 બાય 30 ફૂટની જગ્યામાં ત્રણ ત્રણ ફૂટ પહોળા રેક્સ બનાવીને મશરૂમ્સ ઉગાડવામાં આવે છે.
  • કંપોસ્ટ બનાવવા માટે, ડાંગરના પૂળાને પલાળી રાખો અને એક દિવસ પછી તેમાં ડીએપી, યુરિયા, પોટાશ, ઘઉંનું ભૂસું, જીપ્સમ, કેલ્શિયમ અને કાર્બો ફ્યૂરાડન મિક્સ કરો અને તેમાં સડો થવા દો.
  • ખાતર લગભગ 45 દિવસ પછી તૈયાર છે. હવે ગોબરના ખાતર અને માટીને સમાન પ્રમાણમાં મેળવીને ત્યારબાદ આશરે બે ઇંચ જાડુ પડ નાંખો અને ત્યારબાદ ઉપર બે થી ત્રણ ઇંચ જાડુ ખાતરો નાખો.
  • તેમાં ભેજ જાળવાઇ રહે તેથી મશરૂમને દિવસમાં બેથી ત્રણ વખત છંટકાવ કરો અને તેની ઉપર બે ઇંચ જાડુ ખાતરનું પડ ચડાવો.

અહીં લઇ શકો છો ટ્રેનિંગ

બધી કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ સંશોધન કેન્દ્રોમાં મશરૂમની ખેતીની તાલીમ આપવામાં આવે છે. જો તમે આ મોટા પાયે ખેતી કરવાનું વિચારી રહ્યા છો, તો સારી રીતે એકવાર તાલીમ જરૂર લો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો